Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના ૨૯ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

લખનઉ
દિવાળી પહેલા ઉત્તરપ્રદેશમાં મોટી રેલવે દુર્ઘટના થઈ છે. અહીં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. કદાચ આ ટ્રેન પેસેન્જર ટ્રેન હોત તો મોટા પ્રમાણમાં જાનહાનિ થાત. દુર્ઘટનામાં માલગાડીના ૨૯ ડબ્બા ઉતરી ગયા છે. દુર્ઘટનાને કારણે ૨૦ ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. હાલ રેલવે તરફથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રેલવે માર્ગ ફરીથી શરૂ થઈ શક્યો નથી. દુર્ઘટનાના કારણનો હજી સુધી ખુલાસો થયો નથી. રેલવે હાલ કારણ શોધી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ માલગાડી ડિરેલ થવાની ઘટના રવિવારે બપોરે રામવા સ્ટેશન પર થઈ. અહીં એક માલગાડીના ૨૯ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન પાટા પરથી ઉતરતા જ ત્યાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક રેલવે કર્મચારીઓએ આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી. તે પછી તત્કાલ વિભાગના કર્મચારી અને ટેક્નિશિયન ઘટના સ્થળે પહોંચ્યા અને રાહત કાર્ય શરૂ કર્યું. દુર્ઘટનાના પગલે આ માર્ગ પર ટ્રેનની અવર-જવરને રોકવામાં આવી છે. તેના પગલે લગભગ ૨૦ ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના હનુમાનગઢમાં રવિવારે બપોરે એક સવારી ગાડીનું એન્જિન બે વખત ડબ્બાને છોડીને આગળ નીકળી ગયું હતું. માહિતી મુજબ તે શ્રીગંગાનગર-સાદુલપુર રેલવેગાડીનું એન્જિનનું હુક હનુમાનગઢ જિલ્લામાં બે વખત ખુલ્યો અને બંને વખત એન્જિનના ડબ્બાને છોડીને તે લગભગ ૨ કિલોમીટર જેટલું આગળ નીકળી ગયું. તેના પગલે યાત્રીઓમાં ડર ફેલાયો હતો. જાેકે રેલવે કર્માચારીઓએ સ્થિતિને સંભાળી લીધી હતી. પછીથી ટ્રેનને અહીંથી રવાના કરી હતી. રેલવે યાત્રીઓના જણાવ્યા અનુસાર પહેલી ઘટના હનુમાનગઢના શેરેકાં ગામની પાસે થઈ હતી. બીજી તરફ તલવાડા ઝીલની પાસે પણ એન્જિન ડબ્બાને છોડીને આગળ નીકળી ગયું હતું. લગભગ ૩૦ કિલોમીટરની અંદર બે વખત એન્જિનનો હુક ખુલવાથી રેલવે કર્મચારીઓની બેદરકારી પ્રકાશમાં આવી છે. જાેકે કોઈ રેલવે યાત્રીને કોઈ ઈજા થઈ નથી. રેલવે એન્જિનનો બે વખત હુક ખુલવાથી ટ્રેન લગભગ ૨ કલાક મોડી પહોંચી હતી. તેના પગલે મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *