Uttar Pradesh

ઉત્તરપ્રદેશ ચુંટણીમાં કોંગ્રેસે ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજ બબ્બરનો સમાવેશ થતો નથી. મનમોહન સિંહ, સોનિયા ગાંધીના નામ ગાયબ છે પરંતુ આઝાદ આ સ્ટાર પ્રચારક યાદીમાં સામેલ છે. આ સાથે પૂર્વ ભારતીય કેપ્ટન અઝહર પણ આ યાદીમાં સામેલ છે. રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અજય કુમાર લલ્લુ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, મોહમ્મદ અઝહરુદ્દીન, નસીમુદ્દીન સિદ્દીકી, આચાર્ય પ્રમોદ ક્રિષ્નમ, રાશિદ અલ્વી, ઝફર અલી નકવી, કુલદીપ વિશ્નોઈ , વર્ષા ગાયકવાડ, હાર્દિક પટેલ , ફૂલો દેવી નેતમ અને સુપ્રિયા શ્રીનેત, ઈમરાન પ્રતાપગઢી, કન્હૈયા કુમાર, પ્રણિતી શિંદે, ધીરજ ગુર્જર અને તૌકીર આલમ યુપીમાં ત્રીજા તબક્કામાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સામેલ છે. આ બંને મુખ્યમંત્રીઓ યુપીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. આ ઉપરાંત કન્હૈયા કુમાર પણ કોંગ્રેસની તરફેણમાં માહૌલ બનાવશે. યુપીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે આ પહેલા અન્ય રાજકીય પક્ષોએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સમાજવાદી પાર્ટી, બસપા અને ભાજપે તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની યાદીની રાહ જાેવાઈ રહી હતી. જાણકારોનું કહેવું છે કે આ વખતે સ્પર્ધા સપા અને ભાજપ વચ્ચે છે. ઉત્તર પ્રદેશમાં ૪૦૩ વિધાનસભા બેઠકો માટે ૧૦ ફેબ્રુઆરીથી સાત તબક્કામાં મતદાન શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ૧૦, ૧૪, ૨૦, ૨૩, ૨૭ અને ૩ અને ૭ માર્ચે મતદાન થશે. જ્યાં ૧૦ માર્ચે મતગણતરી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *