Uttar Pradesh

ક્લાસમાં બાળકે કર્યું શૌચ, શાળાએ હટાવ્યુ નામ, વાલીઓને સાફ કરવાના આપ્યો ઓર્ડર

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક પ્રાઈવેટ સ્કૂલની મનમાની તે સમયે સામે આવી જ્યારે ક્લાસમાં એક ૫ વર્ષનું બાળક ક્લાસમાં શૌચ કરી ગયું હતું. જેના પર સ્કૂલ દ્વારા સજા તરીકે બાળકનું નામ સ્કૂલમાંથી હટાવી દીધું હતું. આ કિસ્સો જ્યારે જાહેર થયો તો વિવાદ વકર્યો અને આ વિભાગના શિક્ષણ અધિકારી દ્વારા તેને ધ્યાનમાં લઈ સ્કૂલને નોટિસ મોકલી સ્પષ્ટીકરણ પણ માગ્યું છે. હકીકતમાં આ સમગ્ર મામલો મીરાપુર એરિયામાં આવેલા સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલનો છે. જ્યાં સોમવારે એક એવો કિસ્સો આવ્યો જેને લઈને સ્કૂલના આચાર્ય અને શિક્ષણ મંદિરને શરમજનક સ્થિતિમાં મુકી દીધા હતા. આપને જણાવી દઈએ કે, આ સ્કૂલમાં ભણતા ૫ વર્ષિય બાળક યુવરાજે ક્લાસમાં સંડાસ કરી જતાં આચાર્ય રાજકુમાર શર્મા દ્વારા તેનું નામ હટાવી દીધું હતું. તેથી આચાર્યની આવી હલકી કક્ષાની માનસિકતાએ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. આ સમગ્ર મામલે એક બાજૂ માસૂમના પિતા અનિરુદ્ધ ભારદ્વાજે આચાર્ય પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે આચાર્યને મળવાનો પ્રયાસ કર્યો, તો તેમણે ના પાડી દીધી અને અમને બાળકનું સંડાસ સાફ કરી જેવા કહ્યું. અમે આવું કરવાની ના પાડી દીધી. જ્યારે અમારા બાળકનું નામ સ્કૂલમાંથી હટાવી દીધું છે, તો સ્કૂલ તરફથી અમને ટીસી અને બાળકની ફીના પૈસા પાછા મળવા જાેઈએ. તો વળી મીરાપુર ખંડ શિક્ષણ અધિકારી પ્રમોદ શર્માએ આ મામલા પર એક્શન લેતા સરસ્વતી શિશુ વિદ્યા મંદિર સ્કૂલના આચાર્યને નોટિસ મોકલવાની સાથે સાથે સ્કૂલ એન્ટ્રી રજિસ્ટર અને મામલાનું સ્પષ્ટીકરણ માગ્યું છે. હવે જાેવાનું એ રહેશે કે, આવી હલ્કી માનસિકતા રાખતા સ્કૂલના આચાર્ય પર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *