Uttar Pradesh

ગરોળીવાળુ દૂધ પીવાથી ૧૦ લોકોની તબિયત લથડી,હાલત છે ગંભીર

ફતેહપુર
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગરોળીવાળુ દૂધ પીવાથી એક જ પરિવારના ઘણા લોકોની તબિયત લથડી. ઝેરી દૂધ પીવાથી ૬ બાળકો સહિત ૧૦ લોકોની તબિયત ગંભીર છે. તમામની હાલત વધુ ખરાબ થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામની હાલત સુધારા પર છે. તબિયતમાં સુધારો જાેઈને ડૉક્ટરોએ દવા આપી અને બધાને ઘરે મોકલી દીધા. સમગ્ર મામલો કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મૌહર ગામનો છે. પરિવારના સભ્ય શંકર પ્રસાદે જણાવ્યું કે શનિવારે રાત્રે બધાએ સાથે બેસીને ભોજન કર્યું હતું. જે બાદ બાળકો માટે દૂધ ગરમ કરવામાં આવ્યું હતું. દૂધ ગરમ કરતા પહેલા જ ગરોળી ડોલમાં પડી ગઈ હતી. જાેકે, પરિવારજનોને તેની જાણ ન થતાં દૂધ ગરમ કર્યું હતું. દૂધ પીધા બાદ પરિવારના ઘણા સભ્યોની તબિયત લથડી હતી. ઘણા લોકોને ઉલ્ટી થવા લાગી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે પરિવારના ૧૦ સભ્યોને ઝેરી દૂધ અને ઝેરી દૂધમાંથી બનેલી ચા પીવડાવવામાં આવી હતી. જેમાં તમામ બીમાર પડ્યા હતા. છવી, સુધાંશુ, ગુડિયા, આર્યન, કાન્હા, આર્યને ઉલ્ટી થવા લાગી. જ્યારે પિંકી, સુનીલ, દીપા, દિનેશ, રૂબી, બિરેન્દ્ર, નીલમ અને રાજેન્દ્રએ ઝેરી દૂધની ચા પીધી હતી. તેમની હાલત બગડતી જાેઈને તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકોની હાલતમાં સુધારો થતાં તબીબોએ તેમને ઘરે મોકલી દીધા હતા. જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના ડોક્ટર રાજેશ સાહુએ જણાવ્યું કે ઝેરી દૂધ પીવાથી એક જ પરિવારના ૧૦ લોકોની તબિયત લથડી હતી. જેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ૬ લોકોની હાલત ગંભીર હતી, તેમને ઉલ્ટી થઈ રહી હતી. ડૉક્ટરે જણાવ્યું કે તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સમયસર સારવાર આપવામાં આવી હતી, જેના કારણે તમામ સ્વસ્થ છે. ડૉક્ટરે જણાવ્યું કે પ્રાથમિક સારવાર બાદ તમામને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *