Uttar Pradesh

ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ એકે શર્મા યુપીમાં કેબિનેટ મંત્રી બન્યા

ઉત્તરપ્રદેશ
યોગી આદિત્યનાથે આજે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. યુપીમાં ૩૫ વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજી વખત બહુમતી મળી છે. ત્યારે તેમની સાથે તેમના કેબિનેટ સાથીદારો પણ આજે શપથ લઈ રહ્યા છે. યોગી કેબિનેટમાં પીએમ મોદીના નજીકના ગણાતા પૂર્વ ૈંછજી અને સ્ન્ઝ્ર એકે શર્માનું નામ પણ આમાં સામેલ છે. એકે શર્માને પણ પીએમ મોદીની હાજરીમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે શપથ ગ્રહણ કરાવ્યા હતા. યોગી કેબિનેટમાં સરકારને તેમના અનુભવોનો લાભ મળશે. મહત્વનું છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ઘણા નિવૃત્ત અધિકારીઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ એકે શર્માના નામની ચર્ચા થઈ હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે, તેમને યોગી કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. પરંતુ બાદમાં પાર્ટીએ તેમને એમએલસી બનાવ્યા અને તેમને પાર્ટીમાં ઉપાધ્યક્ષના પદ પર નિયુક્ત કર્યા. એકે શર્માનું પૂરું નામ અરવિંદ કુમાર શર્મા છે. શર્માનો જન્મ ૧૧ એપ્રિલ ૧૯૬૨ના રોજ થયો હતો અને તે ભૂમિહાર બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. એકે શર્મા મૂળ મઉ જિલ્લાના છે અને તેમણે પોલિટિકલ સાયન્સ, ફિલોસોફી, ઈકોનોમિક્સમાં ફર્સ્‌ટ ક્લાસમાંથી સ્નાતક થયા છે. આ સિવાય શર્માએ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. અહેવાલો અનુસાર, તેમણે ઓસ્ટ્રેલિયાથી માસ્ટર ઓફ પબ્લિક પોલિસી અને અમેરિકાથી સ્ટ્રક્ચરિંગ ટેરિફની તાલીમ પણ લીધી છે. એકે શર્મા ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઈએએસ અધિકારી છે અને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે. હકીકતમાં શર્માએ ૨૦૦૧ થી ૨૦૧૩ સુધી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અને ૨૦૧૪ થી ૨૦૨૦ સુધી ઁસ્ર્ંમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અધિકારી તરીકે કામ કર્યું છે. તેઓ ૨૦૧૪માં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર દિલ્હી આવ્યા હતા અને તેમને અહીં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા હતા. નિવૃત્ત થતા પહેલા તેઓ પીએમઓમાં જ એડિશનલ સેક્રેટરી હતા. અરવિંદ કુમાર શર્માની ટાટા નેનોને ગુજરાતમાં લાવવામાં, રાજ્યમાં રોકાણ કરવામાં અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. એકે શર્માનો ભાજપ સાથે સંબંધ બહુ જૂનો નથી, કારણ કે તેઓ જાન્યુઆરી ૨૦૨૧માં જ ભાજપમાં જાેડાયા હતા. આ પછી અટકળો શરૂ થઈ હતી કે, એકે શર્માને ટૂંક સમયમાં મોટું પદ આપવામાં આવી શકે છે. જાેકે, એવું કહેવાય છે કે સીએમ યોગી આદિત્યનાથ સાથે તેમની કેમેસ્ટ્રી બહુ સારી નથી. એકે શર્માએ રાજકીય પ્રવેશને કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં ભાજપમાં જાેડાયા પછી એવું માનવામાં આવતું હતું કે, તેમને ટૂંક સમયમાં વિધાન પરિષદમાં મોકલવામાં આવશે અને તે જ થયું. તેમને એમએલસી તરીકે વિધાન પરિષદમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી એકે શર્માને ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારપછી ગયા વર્ષે જૂન ૨૦૨૧માં એવી ઘણી ચર્ચા થઈ હતી કે એકે શર્માને યુપી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. માનવામાં આવી રહ્યું હતું કે, તેમને ડેપ્યુટી સીએમ અથવા કોઈ મોટી જવાબદારી મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *