Uttar Pradesh

ગેમ રમતા-રમતા એકબીજા પ્રેમમાં પડ્યા,બને પ્રેમી-પ્રેમિલાના ફિલ્મી અંદાજમાં થયા લગ્ન

પ્રતાપગઢ
યુપીના પ્રતાપગઢ જિલ્લામાં મા બેલ્હા દેવી મંદિરમાં ભારે ભીડ વચ્ચે પહોંચેલા પ્રેમી યુગલને લગ્ન કરતાં જાેઇને લોકોએ હોબાળો મચાવ્યો. પોલીસે પ્રેમિકાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે ઓનલાઇન લૂડો રમવા દરમિયાન નગર કોતવાલીના યુવક સાથે તેને પ્રેમ થઇ ગયો. ઓનલાઇન લૂડો રમતી વખતે ચેટિંગ દ્વારા મોબાઇલ નંબર મળી ગયો. જે બાદ ઘણા મહિનાઓ સુધી મોબાઇલ પર વાત થતી રહી. આ દરમિયાન જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. યુવતી પ્રેમી સાથે લગ્ન કરવા માટે બિહારથી ભાગીને પ્રતાપગઢ પહોંચી ગઇ. આ સાંભળીને મંદિરમાં હાજર લોકોએ પહેલા તો હોબાળો મચાવ્યો, પરંતુ જ્યારે ફોન પર યુવતીની માતાએ લગ્નને મંજૂરી આપી, તો લોકોએ બંનેના લગ્ન કરાવી દીધા. હકીકતમાં, નગર કોતવાલી પાસે ગોપાલાપુરમાં રહેતો યુવક ઓનલાઇન લૂડો રમવા દરમિયાન બિહારના મુઝફ્ફરપુરની યુવતીના સંપર્કમાં આવી ગયો. બંને વચ્ચે વાતચીત વધી અને ધીમેધીમે એકબીજાના પ્રેમમાં પડી ગયા. તે બાદ તેમણે લગ્ન કરવાનો ર્નિણય લીધો. પ્રેમિકા એકલી જ મુઝફ્ફરપુરથી પ્રતાપગઢ આવી ગઇ. નવરાત્રીની આઠમનો દિવસ હોવાના કારણે બેલ્હા દેવી ધામમાં ભારે ભીડ હતી. મંદિર પરિસરમાં લગ્ન કરનાર પ્રેમી પંખીડા સાથે કોઇ સંબંધી ન હોવાના કારણે લોકો તેમની પૂછપરછ કરવા લાગ્યા. તે દરમિયાન જાણવા મળ્યું કે યુવક-યુવતીનો ધર્મ અલગ અલગ છે. જે બાદ જાેરદાર હોબાળો શરૂ થઇ ગયો. હોબાળો થતો જાેઇને મંદિર પરિસરમાં હાજર પોલીસકર્મી પણ પહોંચી ગયા. પોલીસે યુવતીના પરિવારજનોનો ફોન નંબર માંગ્યો. યુવતીએ જણાવેલા ફોન નંબર પર પોલીસે ફોન કર્યો તેના પર યુવતીની માતાએ વાત કરી. જ્યારે પોલીસે જણાવ્યું કે તેની દિકરી ત્યાં મંદિરમાં લગ્ન કરી રહી છે, તો તેમણે કોઇ વાંધો ન ઉઠાવ્યો. પરંતુ તેમણે પોલીસને કહ્યું કે, તેમની દિકરી પુખ્ત વયની છે અને પ્રતાપગઢના યુવકને પ્રેમ કરે છે. તે તેની પાસે પ્રતાપગઢ આવી છે. મહિલાના આ જવાબ બાદ પોલીસે પણ બંનેને લગ્ન કરવાની પરવાનગી આપી દીધી અને પ્રેમીપંખીડાના સાત ફેરા ફરાવી દીધા.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *