Uttar Pradesh

જનતા નારાજ છે, કંઈક અસર તો દેખાશે ઃ રાકેશ ટિકૈત

યુપી
યુપી સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ત્યારે વિવિધ પાર્ટીઓએ તેમની જીતના દાવા કર્યા છે. યુપીના શરૂઆતના રુઝાનમાં બીજેપીએ સપાની સરખામણીએ જીત મેળવી લીધી છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નામ લીધા વગર બીજેપી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે જનતા તેમનાથી નારાજ છે એટલે કંઈક અસર તો દેખાશે. રાકેશ ટિકૈતે ચૂંટણી પરિણામો વિશે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે ચોર બેઈમાન થઈ જાય ત્યારે લડાઈ થઈ જાય છે. તેઓ ચોરી કરે છે, બેઈમાન પણ છે અને ગુંડા પણ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે એટલું જ કહ્યું હતું કે તમારી મરજીથી મતદાન કરો. જનતા નારાજ છે અને કહે છે કે આ લોકો જીતશે નહીં. નારાજગીની કંઈક તો અસર દેખાશે. આ લોકો જિલ્લા પંચાયત ચૂંટણીની જેમ બેઈમાની કરશે. ગણતરી શરૂ થયા પહેલાં જ કહેતા હતા કે અમે જીતીશું. નોંધનીય છે કે યુપીની ૪૦૩ વિધાનસભા સીટ પર ગણતરી ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં સામે આવેલા એક્ઝિટ પોલમાં બીજેપીને યુપીમાં જીત મળવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. ઈન્ડિયા ટૂડે-એક્સિક માય ઈન્ડિયાના સર્વેમાં બીજેપીને ૨૮૮-૩૨૬ સીટો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને ૭૧-૧૦૧ સીટ મળતી દર્શાવવામાં આવી છે. બસપા ૩-૯ સીટ જીતી શકે છે. જાેકે સપાનો હજી એવો દાવો છે કે, તેઓ ચૂંટણી જીતી જશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓના કારણે પંજાબ, યુપી, હરિયાણા સહિત ઘણાં રાજ્યોમાં મોટી સંખ્યામાં ખેડૂત આંદોલન કર્યું હતું. લગભગ એક વર્ષ સુધી ચાલેલ કૃષિ આંદોલનને કારણે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા રદ કરવા પડ્યાં હતા. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે પણ ખેડૂત આંદોલન સફળ થવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ખેડૂત આંદોલનના કારણે લોકોની નજર પશ્ચિમ યુપીનાં પરિણામ પર ખાસ ટકેલી છે.

Rakesh-Tikait.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *