વારાણસી
જ્ઞાનવાપી મસ્જિદમાં હાલમાં જ સરવે હાથ ધરાયો અને સરવેના ત્રીજા અને અંતિમ દિવસે મસ્જિદના વઝુખાનામાંથી શિવલિંગ મળ્યાનો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો છે. હિન્દુ પક્ષનો એવો દાવો છે કે સરવે અને વીડિયોગ્રાફીથી આશા કરતા પણ વધુ પુરાવા મળી આવ્યા છે. બીજી બાજુ મુસ્લિમ પક્ષે પણ દાવો કર્યો છે કે એવું કઈ મળ્યું નથી. જે શિવલિંગ હોવાનો દાવો કરાયો છે તે એક ફૂવારો છે. આ બધા વચ્ચે ગઈ કાલે મસ્જિદની અંદરની જે જગ્યાએથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે ત્યાંનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. હવે બીજાે એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો એક વર્ષ જૂનો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોની શરૂઆતમાં જાળીનો એક ગેટ છે અને બીજી બાજુ નંદી જાેવા મળે છે. જ્યારે જાળીની એક બાજુ મસ્જિદનો એ ભાગ જાેવા મળે છે જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે. એટલે કે વઝુખાનાનો ભાગ છે. જ્યારે જાળીની બીજી બાજુ એ જ લાઈનમાં નંદી દેખાય છે. સરવેનો રિપોર્ટ હાલ તૈયાર થઈ ગયો છે જેને બે દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોઢાની જાળીની એક બાજુ નંદી મહારાજ અને બીજી બાજુ વઝુખાનાનો ભાગ એમ જાેવા મળી રહ્યું છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેના વિશે સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહનું કહેવું છે કે વીડિયો જ્ઞાનવાપી મસ્જિદના વઝૂખાનાનો જ છે પરંતુ ક્યારનો છે તે અંગે જાણકારી આપવાની ના પાડી દીધી. પરંતુ તેમણે ચોક્કસપણે કહ્યું કે આ વીડિયો વઝૂખાનાનો જ છે. સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે જ્ઞાનવાપી મામલે સુનાવણી થઈ હતી અને કોર્ટે વારાણસીના જિલ્લાધિકારીને જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરની અંદર જે જ્ગ્યાએથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે. જાે કે કોર્ટે સાથે મુસ્લિમ સમુદાયના લોકોને નમાજ અદા કરવા અને ધાર્મિક રસ્મો નિભાવવાની પણ મંજૂરી આપી છે.
