વારાણસી
વારાણસી કોર્ટમાં આજે જ્ઞાનવાપી કેસની સુનાવણી ૪ જુલાઈ સુધી ટાળી દેવામાં આવી છે. પરંતુ આ વચ્ચે વઝૂખાનાના શિવલિંગ કે ફુવારાવાળી વિવાદિત જગ્યાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમામ વકીલ અને જાણકાર પાણીના તે ઘેરાની બહાર જાેવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે તમામ વકીલ અને સર્વે કરાવનાર લોકો વઝૂખાનાના ફુવારા કે શિવલિંગનો ઘેરો કરી ઉભા છે. આ વીડિયોમાં પાણી નિકળતું જાેવા મળી રહ્યું છે. મહત્વનું છે કે હિન્દુ પક્ષનો દાવો છે કે તે વઝૂખાના વાળી વિવાદિત જગ્યા જેને ફુવારો હોવાની વાત કરવામાં આવી રહી છે કે ફુવારો નહીં પરંતુ ખુબ જૂનુ શિવલિંગ છે. આ વીડિયો સામે આવ્યા બાદ તમામ સવાલ ઉઠી રહ્યાં છે કે કોર્ટ દ્વારા ગોપનિયતાની વાત કહ્યાં બાદ પણ આ વીડિયો કઈ રીતે સામે આવ્યો? મહત્વનું છે કે કોર્ટે આ મામલામાં બંને પક્ષને સાવધાની રાખવાનું કહ્યું હતું. જજે સુનાવણી દરમિયાન સર્વેના ફોટો અને વીડિયોને ગોપનીય રાખવાનું કહ્યું હતું. આ મામલામાં તે પણ કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષ ૨૧૦૦ રૂપિયાની રકમ ભરી સર્વેના ડેટાની કોપી લઈ શકે છે. આ આદેશ બાદ અત્યાર સુધી માત્ર હિન્દુ પક્ષે ડેટા કલેક્ટ કર્યો છે.
