Uttar Pradesh

તાલિબ હુસેનની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો

સંભલ
ઉત્તર પ્રદેશના સંભલમાં હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહેવાલો મુજબ હિન્દુ દેવતાઓના ચિત્રો ધરાવતા કાગળના પેપર પર ચિકન વેચીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને પોલીસ પર હુમલો કરવા બદલ સંભલમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યુ હતુ કે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે તાલિબ હુસેન નામનો વ્યક્તિ તેની દુકાનમાંથી હિંદુ દેવતાની તસવીરવાળા કાગળ પર ચિકન વેચી રહ્યો હતો. જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. જ્યારે પોલિસ ટીમ તાલિબ હુસેનની ચિકન શૉપ પર પહોંચી ત્યારે તેણે કથિત રીતે પોલિસ પર છરી વડે હુમલો કરવાના ઈરાદાથી હુમલો કર્યો. પોલિસે તેમની એફઆઈઆરમાં પણ આ હુમલાનો ઉલ્લેખ કર્યો છે. તાલિબ હુસેન પર આઈપીસીની કલમ ૧૫૩-છ (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) ૨૯૫-છ (કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો) અનેકલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે. વિશાલ કૌશિકે પણ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર તાલિબ હુસેનની તસવીર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે લખ્યુ, ‘યુપીના સંભલમાં તાલિબ નામનો એક વ્યક્તિ જે અખબારોમાં દેવતાઓના ફોટાવાળા નૉન-વેજ પેક વેચતો હતો તેની પોલિસે ધરપકડ કરી હતી. અહીં મહેક રેસ્ટોરન્ટ નામની હોટલના કાઉન્ટર પરથી દેવી-દેવતાઓના ફોટાવાળા અખબારો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. સંભલ પોલિસે પણ આ ટ્‌વીટનો જવાબ આપ્યો છે. સંભલ પુલિસે લખ્યુ, ‘કેસના સંબંધમાં, સંભલ પોલકસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *