Uttar Pradesh

દેશમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી વરતાઈ

ઉત્તરપ્રદેશ
મોનસૂન ધીમે ધીમે પોતાના રંગમાં આવી ગયું છે. દેશના વિભિન્ન ભાગમાં મોનસૂનમાં જાેરદાર વરસાદ ખાબકી રહ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ છે. તેમછતાં પણ લોકો ગરમીથી રાહત મેળતાં અને પાકની વાવણી માટે પાણી વ્યવસ્થા થતાં ખુશ છે. હવામાન વિભાગે આજ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. આવો જાણીએ આજનું હવામાન કેવું રહેશે. હવામાન વિભાગના અનુસાર હિમાચલ પ્રદેશમાં આજથી ૨૫ જુલાઇ સુધી, જમ્મુ કાશ્મીરમાં ૨૬ જુલાઇ સુધી અને પંજાબમાં આજ અને કાલે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ વિજળી ચમકવા સાથે આજે અને કાલે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં ૨૬ જુલાઇ સુધી અને હરિયાણામાં ૨૨ જુલાઇ સુધી વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર આગામી ૩-૪ દિવસ સુધી દેશના ઉત્તર પૂર્વી અને ઉત્તર પશ્વિમી ભાગમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં ફરી જાેરદાર વરસાદ અને પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળામાં ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, જમ્મૂ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. જાે દિલ્હી એનસીઆરના હવામાનની વાત કરીએ તો આજે વાદળ છવાયેલા રહેશે. હવામાન વિભાગના અનુસાર આજે દિવસે અટકી અટકીને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. જેથી ઝાડ અને થાંભલા પડી શકે છે. જાેકે તેનાથી હવામાનનો પારો ગગડી શકે છે. વાદળ રહેવાથી આજે સૂર્ય દેવ વધુ સમય સુધી દેખાશે નહી. દક્ષિણ ભારતમાં પણ જાેરદાર વરસાદ પડશે. તમિલનાડુ, કેરલ, કર્ણાટક અને તેલંગાણાના ઘણા ભાગમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં થોડા દિવસ જાેરદાર વરસાદ પડશે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ૫ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *