વારાણસી
કોઈ પોતાના પાલતુ જાનવરની વાર્ષિક પુર્ણ્યતિથી પણ મનાવતું હોય. હૂગલીના ચંદનનગરના ધોષ દાસ્તિદારના પરિવારે તેમના પાલતુ પ્રાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી મનાવી હતી. આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રસંગે ૧૦૦ જેટલા મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જાેકે આ મહેમાનો કોઈ પરિવારજનો કે કુટુંબના લોકો નહીં પણ સ્ટ્રીટ ડોગ હતા. આ પ્રસંગે ૧૦૦ જેટલા સ્ટ્રીટ ડોગને મીટ રાઈસ ખવડાવવામાં આવ્યા હતા. તેમના પાલતુ સર્મેયદેરાને ઘરના દીકરાની જેમ જ ગણી તેમનુ પાલન કરવામાં આવ્યું હતું. તેના મૃત્યુ બાદ પરિવારના સભ્યની જેમ જ તેની વાર્ષિક પુણ્યતિથિ પર રખડતા સ્ટ્રીટ ડોગને ભોજન કરાવવામાં આવ્યું. ઘોષ દસ્તીદાર પરિવારના આવા નવતર પ્રયોગને વિચારધારા માટે પ્રાણીપ્રેમીઓ અને સામાન્ય લોકો પણ તેમના વખાણ કરી રહ્યાં છે. રવિવારે ઘોષ દસ્તીદારના ઘરે મૃત કૂતરાની તસવીર રાખવામાં આવી છે અને તેના પર હાર પહેરાવવામાં આવ્યો હતો. જે રીતે નિયમિત રીતે મીટ રાઈસ બનાવવામાં આવે છે, તે રીતે મીટ રાઈસ બનાવી તેને એક વાનમાં ભરી અને અલગ અલગ વિસ્તારોમાં રખડતા ૧૦૦ જેટલા સ્ટ્રીટ ડોગને તે ખવડાવવામાં આવ્યા હતા. ૨૦૨૧માં આજના જ દિવસે તેમના એક પેટ ડોગનું મૃત્યુ થયું હતું. બિચ્ચુ નામના આ પેટની પુણ્યતિથિ પર શ્રાદ્ધ સમારોહ યોજાયો હતો. આ અંગે દસ્તીદારના પરિવારના ગૃહસ્થ તરુણ ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે બિચ્ચુ ઘરનો સભ્ય હતો અને તેની પ્રથમ વાર્ષિક પુણયતિથી પણ એ જ રીતે મનાવવામાં આવી રહી છે, જે રીતે કોઈ ઘરના સદસ્યની મનાવવામાં આવે. પુણ્યતિથીના દિવસે ઘરમાં બિચ્ચુના ફોટા પર હાર પહેરાવવામાં આવે છે. ઘરમાં એ દિવસે તમામ લોકો શુદ્ધ શાકાહારી ભોજન કરે છે અને આ પ્રકારે મીટ રાઈસ બનાવીને તેને વહેંચવામાં આવે છે.