પાલનપુર
ઉત્તર પ્રદેશના મેરઠથી કેટલાક શખ્સો પાલનપુર નકલી નોટો વટાવવા આવ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.જેમને પકડવા માટે સર્કલ પીઆઇ આર. કે. સોલંકી સહિત ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતુ. અને ક્ષુધાશાંતિ લોજના રૂમમાંથી ૪ શખ્સોને રૂ.૧૦૦ના દરની ૪૫૭ નકલી નોટો સાથે ઝડપી લીધા હતા. આ શખ્સો શહેરની નાની-નાની દુકાનોમાં જઇ રૂ.૧૦ની વસ્તુ લઇ તેની સામે રૂ.૯૦ પરત લઇ લેતા હતા. આ રીતે આ શખ્સોએ પાલનપુરમાં નકલી નોટો વટાવા હતા.’ આ શખ્સો પાસેથી ૪ મોબાઇલ કિંમત રૂ. ૬૦૦૦ તેમજ રોકડ રૂપિયા ૩૭૫૦ મળી કુલ રૂ. ૯૭૫૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.અત્યાર સુધીમાં પાલનપુર સહિત અન્ય વિસ્તારમાં કેટલા રૂપિયાની નકલી નોટો વાપરી સહિતની વધુ તપાસ ચાલુ છે. આ શખ્સો પાસે રૂ. ૧૦૦ ના દરની નકલી નોટો હતી. જેમાં ૪ જ સીરીઝની આ નકલી નોટો હતી. આમ એક જ સીરીઝની વધારે પડતી નોટો હોવાથી તે નોટ નકલી હોવાનો ખ્યાલ આવ્યો હતો.ઉત્તર પ્રદેશના મેરઠથી ૧૦૦ રૂપિયાના નકલી નોટો પાલનપુરમાં વટાવવા આવેલા ૪ શખ્સોને પૂર્વ પોલીસે ક્ષુધાશાંતિ લોજના રૂમમાંથી ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ. ૧૦૦ના દરની ૪૫૭ નકલી નોટો પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


