બરેલી
બરેલીના ફરીદપુરામાં લખનૌના વેપારીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.વાત ફકત એટલી જ હતી કે વેપારી અરવિંદ ત્રિવેદી રાતને ઘરે પહોંચવા સમયે પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પહોંચ્યો હતો પરંતુ રાત વધુ થઇ ગઇ હોવાનું બહાનું બતાવી કર્મચારીએ પેટ્રોલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો આથી વેપારી અને પેટ્રોલ પંપના કર્મચારી વચ્ચે તેને લઇ બોલાચાલી થઇ હતી. જયારે પેટ્રોલ પંપ કર્મચારીએ પેટ્રોલ ભરવાનો ઇન્કાર કર્યો તો ગુસ્સામાં આવી વેપારીએ તેની ફરિયાદ રજીસ્ટર માંગ્યું જયારે વેપારીને રજીસ્ટર ન મળ્યું તો ચર્ચા વધુ ઉગ્ર બની ગઇ આ દરમિયાન પાછળથી એક સેલ્સમેને વેપારીને ગોળી મારી હતી અને વેપારીની હત્યા કરી દીધી હતી ત્યારબાદ બંન્નુે આરોપીઓએ મળીને વેપારીની કાર પર પેટ્રોલ છાંચી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને માચીસ મળી ન હતી આથી તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ પોલીસને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી માહિતી અનુસાર અરવિંદ પોતાના એક મિત્ર અને ડ્રાઇવરની સાથે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે પહોંચ્યો હતો ગોળીબારની ઘટના બાદ તે બંન્નેએ જ પોલીસને જાણ કરી હતી એસપી રાજકુમાર અગ્રવાલે કહ્યું કે આરોપી કર્મચારીઓને હિરાસતમાં લઇ પુછપરછ કરવામાં આવી રહી છે અને તેમની વિરૂધ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ અરવિંદની હત્યાની વાત સાંભળતા જ પરિવારમાં કોહરામ મચી ગયો હતો પરિવારમાં એક તરફ દિવાળી પર્વ મનાવવાની તૈયારી ચાલી રહી હતી તો બીજી તરફ પુત્રના મોતના સમાચાર મળવા પર અરવિંદની માતા સ્વર્ણ લત્તા ત્રિવેદી સ્તબ્ધ થઇ ગયા હતાં અને પરિવારની તમામ ખુશી પલભરમાં માતમમાં ફેરવાઇ ગઇ હતી.
