ઉતરપ્રદેશ
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાનને લઈને તમામ લોકોને અપીલ કરી છે. સીએમ યોગીએ ટિ્વટ કરીને કહ્યું છે આજે લોકતંત્રના મહાયજ્ઞનું પ્રથમ ચરણ છે. તમે લોકોને વોટની આહુતિ વિના આ અનુષ્ઠાન પૂરું નહીં થઈ શકો. તમારો એક વોટ અપરાધમુક્ત, ભયમુક્ત સંકલ્પને મજબૂત કરશે. દંગામુક્ત યૂપીના સંકલ્પને મજબૂતી મળશે. આ કારણે પહેલા મતદાન પછી જળપાન, પછી અન્ય કામ. યૂપીમાં ૧૮મી વિધાનસભાના ગઠન માટે ૭ ચરણમાં થનારા મતદાનમાં પહેલા ચરણનું વોટિંગ ધુમ્મસ તથા ઠંડી બાદ શરૂ થશે. મતદાતા ૭ વાગ્યાથી જ કેન્દ્રની બહાર પહોંચ્યા હતા અને ૨૦૨૨માં પહેલા ચરણના મતદાનમાં ૧૧ જિલ્લાની ૫૮ વિધાનસભાના મતદાતા આજે તેમના વોટિંગનો ઉપયોગ કરશે.ઉતરપ્રદેશ વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ સીટ માટે વોટિંગ થઈ રહ્યું છે. વોટિંગ શરૂ થતા પહેલા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓએ વોટર્સને સારું એવું વોટિંગ કરવાની અપીલ કરાઈ છે. વીડિયો સીએમ યોગી આદિત્યનાથ અને યૂપીના ભાજપના ટિ્વટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે નમસ્કાર, યૂપીના મતદાતા ભાઈઓ અને બહેનો હવે એક મોટા ર્નિણયનો સમય આવ્યો છે. છેલ્લા ૫ વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે જે પણ કર્યું છે તે પ્રતિબદ્ધતાની સાથે કર્યું છે. તમે પોતે જ ફેરફાર જાેયા છે. મારે આપ સૌને દિલથી એક વાત કહેવી છે. ૫ વર્ષોમાં ઘણું અભૂતપૂર્વ થયું છે. સાવધાન રહો અને તમે ચૂકશો તો ૫ વર્ષની મહેનત પર પાણી ફરી વળશે અને આ વખતે ઉત્તરપ્રદેશને કાશ્મીર, કેરળ અને બંગાળ બનતા વાર નહીં લાગે. વોટ મારા ૫ વર્ષની તપસ્યાના આર્શીવાદ છે તો સાથે ધ્યાન રાખો કે આ વોટ આવનારા વર્ષોમાં ભયમુક્ત જીવનની ગેરેંટી આપશે. જય જય શ્રીરામ. સીએમએ કહ્યું મેં મારા તમામ ર્નિણય જાતિ, મત, ધર્મ, સમુદાય, ક્ષેત્રના જિલ્લાના આધારે ભેદભાવ કર્યા વિના લીધા છે. પાંચ વર્ષ તમે કોઈ ગોટાળાના આરોપ સાંભળ્યા નથી. હું એક યોગી છું, મારા ભગવા પર કોઈ ૨ રૂપિયાના ભ્રષ્ટાચારનો ડાઘ લગાવી શકશે નહીં. પણ આ વાત માટે હું તમારી પાસે વોટ નહીં માંગું. મને શોભશે નહીં. મને સૌથી મોટો સંતોષ એ વાતનો છે કે આજે અમારું યૂપી ગુંડા, બદમાશ, પેશેવર અપરાધીઓના આતંકથી મુક્ત છે. પલાયન કરનારા હિંદુ પોતાના ઘરે પાછા પહોંચી ચૂક્યા છે.
