Uttar Pradesh

મથુરામાં કલેક્ટરના ચશ્મા લઈને વાંદરો ભાગ્યો તેનો વિડીયો વાયરલ

મથુરા
શ્રી કૃષ્ણની નગરી વૃંદાવનમાં વાંદરાની ટીખળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં એક વાંદરાને મથુરાના કલેક્ટર નવનીત સિંહ ચહલના ચશ્મા ગમી ગયા. પોલીસ પ્રશાસન અને અધિકારીઓના ઘણા પ્રયત્નો બાદ કલેક્ટરના ચશ્મા વાંદરા પાસેથી પાછા લેવામાં આવ્યા હતા. પરંતુ વાંદરો કોઈપણ હાલતમાં ચશ્મા પરત કરવા તૈયાર ન હતો. આ પછી નજીકની દુકાનમાંથી ફ્રૂટ મંગાવવામાં આવ્યા. આ જાેઈને વાંદરો નજીક આવ્યો અને ફળ લઈને ચશ્મા પરત કરીને ભાગી ગયો. આ રીતે ૫ મિનિટ પછી કલેક્ટરને તેમના ચશ્મા પાછા મેળવી શક્યા. વાસ્તવમાં કલેક્ટર નવનીત ચહલ બાંકે બિહારી મંદિરમાં થયેલા અકસ્માત બાદ માહિતી મેળવવા વૃંદાવન પહોંચ્યા હતા. તેમની સાથે એસએસપી અભિષેક યાદવ અને અન્ય અધિકારીઓ પણ હતા. કલેક્ટર-એસએસપી રાધા વલ્લભ મંદિરની નજીકથી રસ્તા પર જઈ રહ્યા હતા. સરકારે રચેલી સમિતિમાં સામેલ પૂર્વ ડીજીપી સુલખાન સિંહ અને આગ્રાના ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલ રવિવારે નિરીક્ષણ માટે આવવાના હતા. તે પહેલા આજે જિલ્લા મેજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલ, એસએસપી અભિષેક યાદવ અને અન્ય અધિકારીઓ સાથે બાંકે બિહારી મંદિરની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારબાદ વૃંદાવનમાં એક વાંદરાએ જિલ્લા મેજિસ્ટ્રેટના ચહેરા પરથી ચશ્મા ઉતારી નાખ્યા. ડીએમ કંઈ સમજે તે પહેલા વાંદરો ચશ્મા લઈને ભાગી ગયો. ડીએમના ચશ્મા લીધા પછી વાંદરો કોઈ પણ બેદરકારી વગર ઉપરના માળે ચઢી ગયો. જિલ્લા મેજિસ્ટ્રેટનો આખો સ્ટાફ વાંદરાને જાેતો જ રહી ગયો. સુરક્ષાકર્મીઓએ વાંદરાના ચશ્મા પરત લેવાના પ્રયાસો શરૂ કર્યા. પણ વાંદરો તો વૃંદાવનનો વાંદરો હતો, તે ક્યાં સહેલાઈથી માને તેમ હતો. વાંદરાએ ચશ્મા પાછા આપ્યા નહીં ત્યાં સુધી કલેક્ટર અને એસએસપીને પરસેવો છૂટી ગયો. ઘણી મહેનત પછી જ્યારે ફ્રૂટ આપ્યું ત્યારે વાંદરો ચશ્મા છોડીને ભાગી ગયો. વાંદરા પાસેથી ચશ્મા પરત મેળવ્યા બાદ કલેક્ટર સાહેબે ચશ્મા વગર નિરીક્ષણ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *