ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી વધારવા માટે લખનૌની એક કોલેજના પ્રિન્સિપાલે એક અનોખો આઈડિયા લઈને આવ્યો છે. તેમણે વચન આપ્યું છે કે જે બાળકોના માતા-પિતા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૨૩ ફેબ્રુઆરીએ મતદાન કરશે અને આગામી તબક્કામાં પણ મતદાન કરશે તેમને ૧૦ વધુ માર્કસ આપવામાં આવશે. લખનૌની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ કુમારે દાવો કર્યો હતો કે આ પગલાનો હેતુ મતદાનમાં વધારો કરવાનો હતો. તેમજ નબળા વિદ્યાર્થીઓને મદદ કરવાનો હતો. આ સાથે ૧૦૦% મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે. “અમે એવા વિદ્યાર્થીઓને ૧૦ માર્કસ આપીશું જેમના માતા-પિતા ૨૩ ફેબ્રુઆરી અને આગામી તબક્કામાં મતદાનમાં સક્રિયપણે ભાગ લેશે. આના માધ્યમથી અમારો ટાર્ગેટ ૧૦૦ ટકા સુધી મતદાન કરવાનો છે. તે નબળા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવામાં પણ મદદ કરશે.” મતદાનના દિવસે અનેક શાળાઓને મતદાન મથક બનાવવામાં આવ્યા છે. ક્રાઈસ્ટ ચર્ચ કોલેજ લખનૌ આવું જ એક કેન્દ્ર છે. યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ હાથ ધરવામાં આવ્યો હતો અને બીજાે તબક્કો ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ શરૂ થયો હતો. ત્રીજાે તબક્કો ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ પૂર્ણ થયો છે અને હવે ચોથા તબક્કાનું મતદાન ૨૩ ફેબ્રુઆરીએ થશે. પાંચમા તબક્કાનું મતદાન ૨૭ ફેબ્રુઆરીએ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન ૩ માર્ચે અને સાતમા તબક્કાનું મતદાન ૭ માર્ચે થશે. મતગણતરી ૧૦ માર્ચે થશે. વિદ્યાર્થીઓને કોલેજ તરફથી નંબરો મળશે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા લોકોના હિત માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. લખનૌ પ્રશાસન દ્વારા મતદારોને પેટ્રોલ અને ડીઝલ પર ડિસ્કાઉન્ટ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે સોમવારે વેપારીઓના સંગઠનો, એલપીજી વિતરણ એજન્સીઓ અને પેટ્રોલ પંપ માલિકો સાથે બેઠક યોજી હતી. જેમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે મતદાન કરેલ લોકોને મતદાનના દિવસે પેટ્રોલ અને ડીઝલ પર ૨ ટકાની છૂટ આપવામાં આવશે.


