Uttar Pradesh

યુપીના બલરામપુરમાં બોલેરો અને ટ્રેકટરના અકસ્માતમાં ૬ના મોત

ઉત્તરપ્રદેશ
બોલેરોમાં સવાર તમામ નવ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બલરામપુરના તુલસીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગનવરિયા ગામ પાસે ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતકો મહારાજગંજ તેરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણપુર ગામના રહેવાસી છે. બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલીની ભયાનક અથડામણની જાણ સૌ પ્રથમ સ્થાનિક લોકોને થઈ હતી. જાે કે તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં છ લોકોના મોત થઈ ચૂક્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સક્સેના સહિત તુલસીપુર, પચપેડવા અને જારાવા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સક્સેના સહિત ત્રણ પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્રણેય ઘાયલોને તુલસીપુર કોમ્યુનિટી સેન્ટરમાં લઈ ગયા, પરંતુ તેમની ગંભીર સ્થિતિને જાેતા તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તો, પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોનો કબજાે મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં મહિન્દ્રા બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે જબરદસ્ત અકસ્માત સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં ૬ લોકોના કરૂણ મોત થયા છે. આ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો, આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર છે. બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે કારના તો ફુરચા ઉડી ગયા હતા. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત બલરામપુરના તુલસીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંવરિયા ગામ પાસે થયો હતો.

Collision-between-tempo-and-dumper.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *