Uttar Pradesh

યુપીની બેન્કમાં ગ્રાહકે હાફ પેન્ટ પહેરીને બ્રાન્ચમાં આવવા પર પ્રતિબંધ

બાગપાત
હંમેશા એવું કહેવામાં આવે છે કે મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરે તો પુરૂષોનું ધ્યાન ભટકે છે. મહિલાઓએ કોલેજમાં, ઓફિસમાં કે જાહેર સ્થળો પર ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવા ફરમાનો તો ઘણીવાર જાહેર થયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના બાગપતમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. કેનરા બેન્કના મેનેજર અર્ચના કુમારીએ એક ગાઇડલાઇન જાહેર કરી છે. તેમણે ગાઇડલાઇનમાં કહ્યું છે કોઈ ગ્રાહક હાફ પેન્ટ પહેરીને બ્રાન્ચમાં આવે નહીં, કારણ કે તેનાથી મહિલા કર્મચારીઓનું ધ્યાન ભટકે છે. હાલ તો આ બેન્કનો આદેશ ચર્ચાનો વિષય બન્યો છે. રમાલા કિશનપુર બરાલમાં કેનરા બેન્કની શાખા પર એક નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ પર લખેલું છે કે બેન્કમાં કોઈ હાફ પેન્ટ પહેરીને આવે નહીં. તો બેન્કમાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પુરૂષ ગ્રાહક શોર્ટ્‌સ પહેરી બેન્કમાં આવે છે તો તેને પરત મોકલી દેવામાં આવે. બેન્કના બ્રાન્ચ મેનેજરે કહ્યું, ‘અમારા ઘણા ગ્રાહક યુવા છે જે હાફ પેન્ટ પહેરીને બેન્કમાં આવે છે અને અહીં મહિલા કર્મચારીઓની ફરિયાદ છે કે હાફ પેન્ટ તેને વિચલિત કરે છે. તે અમારા કામકાજને નુકસાન પહોંચાડે છે. તેથી શાખાના કેટલાક કર્મચારીઓ જેમાં મહિલાઓ પણ સામેલ છે, તેણે મારી પાસે લેખિત ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીઓની ફરિયાદ બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.’ તો રવિવારે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો. કોઈ તેને બેન્કનું પ્રશંસનીય પગલું ગણાવી રહ્યાં છે તો કોઈ આ મુદ્દાનો વિરોધ કરી રહ્યાં છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *