ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશના બહરાઇચના બેડનાપુરની રજની દેવી નામની મહિલા બેડનાપુરમાં વિદ્યુત વિભાગમાં કર્મચારી છે. રજનીનો પોતાનો પતિ જ્ઞાનદત્ત પાઠક સાથે ઝઘડો થયો હતો. આ કારણે નારાજ થઇને રજની પોતાના પિયર ચાલી ગઈ હતી. પિયર જતી રહેલી પત્નીને મનાવવા માટે પતિ ગયો હતો અને માફી માંગીને પાછી બોલાવી હતી. આ પછી વચ્ચે ટિકોરામોડ પાસે તેણે બે સાથીઓ સાથે મળીને પત્નીના નાક પર દાંતેથી બચકા ભર્યા હતા. જેના કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ૨૬ વર્ષીય રજની દેવીનો પોતાના પતિ જ્ઞાનદત્ત પાઠક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે બૌડી થાનામાં મારપીટનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ પછી તે નારાજ થઇને પિયર ચાલી ગઇ હતી. આ પછી પત્નીને મનાવવા માટે પતિ પોતાના સાસરિયામાં પહોંચ્યો હતો અને માફી માંગતા પત્નીને ઘરે લઇ જવાની વાત કરી હતી. શનિવારે ઘરે પરત ફરતા સમયે વચ્ચે રસ્તામાં પતિએ પોતાના બે સાથીઓ સાથે રજની સાથે મારપીટ કરી હતી અને નાક પર બચકા ભરી કાપી લીધું હતું. પીડિતાની માતા કુસુમ તિવારીએ જણાવ્યું કે જમાઇએ દીકરી સાથે બર્બરતા કરી છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી ફરાર થઇ ગયો છે.
