Uttar Pradesh

યુપીમાં પતિ અને જેઠાણીએ પરિણીતા પર ડીઝલ નાંખી સળગાવી દીધી

ઉત્તરપ્રદેશ
યૂપીના બાંદા જિલ્લામા ભયાનક ઘટના સામે આવી છે. જ્યાં પતિ અને જેઠાણીએ એક મહિલાને ડીઝલ નાંખીને જીવતી સળગાવી દીધી છે. જે પછી ગ્રામીણ અને પરિવારના લોકોએ મહિલાને તાત્કાલિક બાંદા હોસ્પિટલમાં પહોંચાડી હતી. જ્યાં આજે મહિલાની સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ઘટના પછી મહિલાના પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મરવાથી પહેલા મહિલાએ જે નિવેદન આપ્યું છે તે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો મૃતક તરવરીએ જણાવ્યું કે, મારા પતિ અને જેઠાણી વચ્ચે આડા સંબંધ હતા, જેનો મેં અનેક વખત વિરોધ પણ કર્યો હતો. પરંતુ બંને માની રહ્યાં નહતા અને હું તેનો વિરોધ કરતી તો મારા સાથે અવાર-નવાર મારપીટ કરતા હતા. મેં જ્યારે પતિ અને જેઠાણીને આપત્તિજનક સ્થિતિમાં દેખી લીધો તેના પછી મેં તેનો વિરોધ કર્યો તો મારા પતિ અને જેઠાણીએ મળીને મારા ઉપર ડીઝલ નાંખીને મને સળગાવી દીધી છે. મૃતક મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે,તેનો પતિ રોજ ઝગડાઓ કરતો હતો અને રોજ રંગરેલિયા મનાવતો હતો. અનેક વખત મેં તેમને રોક્યા પણ ખરા. મહિલાએ પતિને આપત્તિજનક સ્થિતિમાં પોતાની ભાભી સાથે જાેઈને તેને વિરોધ કર્યો. નારાજ બંને લોકોએ મહિલાને ડીઝલ નાંખીને જીવતી જ સળગાવી દીધી. જેથી મહિલાનું ભયાનક રીતે મોત થઈ ગયું. કેસની જાણકારી આપતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઓમ પ્રકાશ દ્વિવેદીએ જણાવ્યું કે, મહિલાનું આગ લાગવાના કારણે મોત થઈ ગયું હતું. મહિલાના મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. કેસની આગળની તપાસ કરવામાં આવી રહી છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *