ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ફરીથી શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે શુક્રવારે લખનૌમાં કેબિનેટ સભ્યોની પ્રથમ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યોગી આદિત્યનાથે પોતાના મંત્રીઓને નિર્દેશ આપ્યા અને કહ્યું કે તેમણે જનતા માટે કામ કરવું પડશે. પરિવારના સભ્યોએ સરકારી કામમાં દખલ ન કરવી જાેઈએ. યોગી આદિત્યનાથે બીજી વખત યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શુક્રવારની બેઠકમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, સ્વતંત્ર દેવ સિંહ, જિતિન પ્રસાદ સહિત તમામ નવા મંત્રીઓએ હાજરી આપી હતી.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે ૨૪ કલાકની અંદર કેબિનેટની બેઠક બોલાવી છે. લોક ભવનમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. સ્વતંત્ર દેવ સિંહ અને સંજય નિષાદ સહિત તમામ નવનિયુક્ત મંત્રીઓ કેબિનેટની પ્રથમ બેઠકમાં ભાગ લેવા માટે સવારે લખનૌના લોકભવન પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે યોગી સરકાર ૨.૦ની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ મોટી જાહેરાતો થઈ શકે છે. યોગી આદિત્યનાથ સરકાર કેબિનેટની બેઠકમાં મોટા ર્નિણયો લઈ શકે છે. જેમાં કેબિનેટ દ્વારા ખાસ કરીને નિરાધાર પ્રાણીઓ માટે આશ્રય અને ખેડૂતોને મફત વીજળી આપવા ઉપરાંત ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સરકારી બસોમાં મફત સુવિધા આપવા સહિતની અનેક પ્રસ્તાવ પસાર કરવામાં આવી શકે છે. રાજ્યમાં કેબિનેટની બેઠકમાં ઘઉંની ખરીદી નીતિને મંજૂરી મળી શકે છે. સરકાર ૧ એપ્રિલથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવા જઈ રહી છે અને ઘઉંની ખરીદીની નીતિને આજની કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી શકે છે. કારણ કે સામાન્ય રીતે ઘઉંની ખરીદીને લઈને ઘણી ફરિયાદો આવે છે, જેને લઈને સરકાર ખૂબ જ કડક છે.રાજ્યમાં ફરીથી સત્તામાં આવેલી યોગી સરકાર પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે.
