લખ્નૌઉ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુપીના પ્રવાસે છે. લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં તેમણે યુપી ઈન્વેસ્ટર્સસમિટની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩.૦નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. તે પહેલા પીએમ મોદીએ ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ફોટો ગેલેરી પણ નીહાળી. આ કાર્યક્રમમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. સેરેમનીમાં ઉદ્યોગમંત્રી નંદગોપાલ મંત્રીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ સેરેમનીમાં ભાગ લેતા સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીની યુવા શક્તિમાં તે સામર્થ્ય છે કે તે તમારા સપના અને સંકલ્પોને નવી ઉડાણ, નવી ઊંચાઈ આપશે. યુપીના યુવાઓો પરિશ્રમ, સામર્થ્ય, સમજ, સમર્પણ, તમારા બધા સપના સંકલ્પોને સિદ્ધ કરશે. હું કાશીનો સાંસદ છું આથી એટલું ઈચ્છીશ કે ક્યારેક સમય કાઢીને મારી કાશી આવીને જુઓ, કાશી ખુબ બદલાઈ ગઈ છે. વિશ્વની એવી નગરી કે જે પોતાના પુરાતન સામર્થ્ય સાથે નવા રંગરૂપમાં સજી શકે છે. તે યુપીની તાકાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં ૮૦ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા. આ રેકોર્ડ રોકાણ યુપીમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. જે ભારતની સાથે જ યુપીની ગ્રોથ સ્ટોરીને વધતી દેખાડે છે. દુનિયા આજે જે ભરોસાપાત્ર સાથીની શોધ કરે છે તેના પર ખરા ઉતરવાનું સામર્થ્ય ફક્ત ભારત પાસે છે. દુનિયા આજે ભારતના પોટેન્શિયલને પણ જુએ છે અને ભારતના પરફોર્મન્સને પણ બિરદાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે જી૨૦ અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત ગ્લોબલ રિટેઈલ ઈન્ડેક્સમાં બીજા નંબરે ચે. ભારત દુનિયાનો ત્રીજાે સૌથી મોટો એનર્જી કન્ઝ્યૂમર દેશ છે. પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા રિફોર્મથી એક રાષ્ટ્ર તરીકે ભારતને મજબૂતાઈ આપવાનું કામ કર્યું છે. ર્ંહી દ્ગટ્ઠંર્ૈહ-ર્ંહી ્ટ્ઠટ ય્જી્ હોય કે પછી, વન નેશન- વન ગ્રિડ, વન નેશન- વન મોબિલિટી કાર્ડ હોય, વન નેશન- વન રાશન કાર્ડ હોય, અમારા પ્રયત્ન અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓનું પ્રતિબિંબ છે. યુપીમાં ભારતની પાંચમા-છઠ્ઠા ભાગની વસ્તી રહે છે. એટલે કે યુપીના એક વ્યક્તિની સુખાકારી, ભારતના દર છઠ્ઠા વ્યક્તિની સુખાકારી થશે. મારો વિશ્વાસ છે કે યુપી જ ૨૧મી સદીમાં ભારતની ગ્રોથ સ્ટોરીને મૂમેન્ટમ આપશે. આ વખતે બજેટમાં અમે ગંગાના બંને કિનારા પર ૫-૫ કિમીના દાયરામાં કેમિકલ ફ્રી પ્રાકૃતિક ખેતીનો કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. યુપીમાં ગંગા ૧૧૦૦ કિમીથી વધુ લાંબી છે અને અહીંના ૨૫-૩૦ જિલ્લામાંથી પસાર થાય છે. પ્રાકૃતિક ખેતીની મોટી સંભાવના અહીં બની રહી છે. ઝડપથી વિકાસ માટે અમારી ડબલ એન્જિનનની સરકાર ૈંહકટ્ઠિજંિેષ્ઠંેિી, ૈંહદૃીજંદ્બીહં અને સ્ટ્ઠહેકટ્ઠષ્ઠંેિૈહખ્ત એ ત્રણેય પર એક સાથે કામ કરી રહી છે. આ વર્ષના બજેટમાં સાડા સાત લાખ કરોડ રૂપિયાના અભૂતપૂર્વ ષ્ઠટ્ઠॅૈંટ્ઠઙ્મ ીટॅીહઙ્ઘૈંેિી નું ટ્ઠઙ્મર્ઙ્મષ્ઠટ્ઠંર્ૈહ આ દિશામાં લેવાયેલું પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૪માં દેશમાં ૧૦૦થી પણ ઓછી ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઈબરથી જાેડાયેલી હતી. આજે આ સંખ્યા પોણા બે લાખને પાર કરી ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે ૨૦૧૪માં આપણા દેશમાં ફક્ત સાડા છ કરોડ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઈબર્સ હતા. આજે તેની સંખ્યા ૭૮ કરોડથી વધુ થઈ છે. ૨૦૧૪માં એક જીબી ડેટા લગભગ ૨૦૦ રૂપિયાનો પડતો હતો. આજે કિંમત ઘટીને ૧૧-૧૨ રૂપિયા થઈ છે. ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં ડેટા આટલો સસ્તો મળે છે. ૨૦૧૪ પહેલા આપણા ત્યાં ૧૦૦ જેટલા જ સ્ટાર્ટ અપ્સ હતા. પરંતુ આજે દેશમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સની સંખ્યા પણ ૭૦ હજારને પાર પહોંચી રહી છે. હાલમાં જ ભારતે ૧૦૦ યુનિકોર્નનો રેકોર્ડ પણ બનાવ્યો. આપણી નવી ઈકોનોમીની માંગણી પૂરી કરવા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈનો ઘણો બધો લાભ તમને મળવાનો છે.
