ઉતરપ્રદેશ
ઉત્તરપ્રદેશમાં આ વખતે ૪૦૩ વિધાનસભા સીટો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી ૧૦મી માર્ચના રોજ થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના ૧૧ જિલ્લાની ૫૮ સીટો પર મતદાનની સાથે થશે. ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં ૫૫ સીટો પર, ૨૦ ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં ૫૯ સીટો પર, ૨૩ ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં ૬૦ સીટો પર, ૨૭ ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં ૬૦ સીટો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં ૫૭ સીટો પર અને સાતમી માર્ચના રોજ સાતમા અને આઠમા તબક્કામાં ૫૪ સીટો પર મતદાન થશે.ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીને સતત એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે અને ધારાસભ્યો પાર્ટી છોડવાની કતાર લગાવી છે. હવે તેમાં એક નવું નામ જાેડાયું છે અને યોગી સરકારના મંત્રી ધર્મ સિંહ સૈનીએ પાર્ટી છોડી દીધી છે. સહારનપુરની નકુડ વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય ધર્મ સિંહ સૈની એ પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની સાથે જ સરકારી ઘર અને સિક્યોરિટી પણ છોડી દીધી છે. જાે કે તેમણે પાર્ટીમાંથી કેમ રાજીનામું આપી દીધું તેની માહિતી આપી નથી. કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ધરમસિંહ સૈનીએ જણાવ્યું કે સ્વામી પ્રસાદ મૌર્ય મારા મોટાભાઈ છે અને રહેશે. તેમણે શા માટે રાજીનામું આપ્યું તેની મને ખબર નથી, ખબર છે કે તેમણે સપામાં સામેલ થનારા લોકોની જે યાદી આપી છે તેમાં મારુ નામ પણ છે. હું આ વાતને રદિયો આપું છું. હું ભાજપમાં છુ અને ભાજપમાં જ રહીશ. યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ ધરમસિંહ સૈની સપા અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યાં હતા. અખિલેશ યાદવે પણ ટિ્વટ કરીને જણાવી પણ દીધું કે સપામાં તમારુ સ્વાગત છે. યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય એ મંગળવારના રોજ મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વન્ય અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું હતું. હવે આયુષ મંત્રી ધર્મ સિંહ સૈની એ પાર્ટી છોડી દીધી છે.
