Uttar Pradesh

યોગી સરકારના મંત્રીમંડળમાં એકમાત્ર દાનિશ આઝાદ અન્સારી મુસ્લિમ મંત્રી

ઉત્તરપ્રદેશ
યોગી સરકાર ૨.૦ બની ગઈ છે. ગઈ કાલે લખનઉમાં ૫૨ મંત્રીઓએ શપથ લીધા. સીએમ યોગીના નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાને જગ્યા આપવામાં આવી છે. આ સાથે જ મંત્રીમંડળમાં તમામ જાતિઓને સાધવાની પણ કોશિશ કરાઈ છે. નવા મંત્રીઓમાં ફક્ત એક મુસ્લિમ ચહેરાને સામેલ કરાયો છે. આ નામ છે દાનિશ આઝાદ અન્સારીનું. દાનિશ અન્સારી કોણ છે અને ભાજપે તેમને કેમ મંત્રી બનાવ્યા છે વર્ષ ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી પહેલા દાનિશ આઝાદ અન્સારીને ભાજપે અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી બનાવ્યા હતા. દાનિશ આઝાદ બલિયાના રહિશ છે અને તેમનો અભ્યાસ લખનઉથી થયો છે. ૩૨ વર્ષના દાનિશે લખનઉ યુનિવર્સિટીથી વર્ષ ૨૦૦૬માં બીકોમ પૂરું કર્યું હતું. ત્યારબાદ માસ્ટર ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ અને માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો. દાનિશ વર્ષ ૨૦૧૧થી એબીવીપીમાં જાેડાયા હતા. દાનિશ ખાસ કરીને મુસ્લિમ યુવાઓ વચ્ચે ભાજપની વિચારધારા અને નીતિઓને ર્નિભયતાથી લઈ જાય છે અને માહોલ બનાવે છે. ઉપરાંત ૨૦૧૭માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો એક વર્ષ બાદ જ દાનિશ આઝાદ અન્સારીને ભાજપે મોટું ઈનામ આપ્યું. તેમને ૨૦૧૮માં ફખરુદ્દીન અલી અહમદ મેમોરિયલ કમિટીના સભ્ય બનાવી દેવાયા. ત્યારબાદ તેમને ઉર્દૂ ભાષા સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. યુપી ચૂંટણી ૨૦૨૨ની બરાબર પહેલા ઓક્ટોબર ૨૦૨૧માં દાનિશને ભાજપે મોટી જવાબદારી સોંપી. તેમને ભાજપ અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ મહામંત્રી પદની જવાબદારી મળી ગઈ. યોગી સરકારના પહેલા કાર્યકાળમાં મોહસિન રઝા એકમાત્ર મુસ્લિમ ચહેરો હતા જેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે મોહસિન રઝા યોગી મંત્રીમંડળમાં નથી. ગત સરકારમાં મોહસિન રઝા અલ્પસંખ્યક કલ્યાણ મુસ્લિમ વક્ફ અને રાજ્યના હજ રાજ્યમંત્રી હતા. કહેવાય છે કે દાનિશ આઝાદને અલ્પસંખ્યક વિભાગ મળી શકે છે.

Danish-Aazad-Ansari.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *