અયોધ્યા
અયોધ્યા ધામમાં ક્યાંય પણ દારૂ કે માંસનું વેચાણ નહીં થાય. યોગી સરકારે પહેલેથી જ કહ્યું હતું કે, મથુરા-વૃંદાવન હોય કે અયોધ્યા, ધાર્મિક વિસ્તારોની આસપાસના વિસ્તારમાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ સંદર્ભમાં હવે ઉત્તર પ્રદેશના આબકારી વિભાગે અયોધ્યામાં દારૂબંધીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આબકારી પ્રધાન નીતિન અગ્રવાલે અયોધ્યામાં પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી અને સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવેલ દારૂની દુકાનોને રદ કરવાનો ર્નિણય લીધો છે. ગત માર્ચ મહિનામાં લોટરી દ્વારા અયોધ્યા ધામની આસપાસ દારૂના અનેક કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યા હતા. જે હવે રદ કરવામાં આવી રહ્યા છે. એટલે કે, આગામી સમયમાં અયોધ્યા ધામ એટલે કે રામ મંદિર વિસ્તારમાં ક્યાંય દારૂનું વેચાણ થશે નહીં અને તે વિસ્તારમાં માંસનું વેચાણ પણ નહીં થાય. દારૂ અને માંસની દુકાનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અયોધ્યા નગર નિગમ દ્વારા આ પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હવે વિભાગ દ્વારા ર્નિણય લેવામાં આવી રહ્યો છે. એટલે કે, એ સ્પષ્ટ છે કે અયોધ્યાના કાયાકલ્પ માટે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ ચાલી રહી છે. રામ મંદિરનું નિર્માણ ગર્ભગૃહથી થવાનું શરૂ થયું છે જેની શરૂઆત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી છે. બીજી તરફ અયોધ્યા ધામ એટલે કે અયોધ્યા નગરી એવા રામ મંદિર વિસ્તારની આસપાસમાં દારૂ અને માંસ ક્યાંય વેચી શકાય નહીં. જે પણ સરકારી દુકાનો હતી તે તમામની ફાળવણી રદ કરવાના આદેશો જારી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. આબકારી મંત્રી નીતિન અગ્રવાલ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જે દુકાનો ફાળવવામાં આવી હતી તેના લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે રદ કરવામાં આવશે. આ પહેલા કાશી, અયોધ્યા અને મથુરાને લઈને યોગી સરકારે નક્કી કર્યું હતું કે ધાર્મિક ક્ષેત્રના વિસ્તારમાં ક્યાંય પણ માંસ અને દારૂનું વેચાણ નહીં થાય. તે અંતર્ગત હવે એક પછી એક ર્નિણયો લેવામાં આવી રહ્યા છે.
