Uttar Pradesh

શિવપાલ યાદવે પોતાની રાજકીય કારકિર્દીના ધરખમ ફેરફારના સંકેત આપ્યા

લખનઉ
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના અધ્યક્ષ અને સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે પોતાની રાજકીય કારકિર્દીમાં ધરખમ ફેરફાર લાવવાના સંકેત આપ્યા છે. આ સંકેત તેમના ટિ્‌વટર કવરના બદલાયેલા ફોટામાં દેખાય છે. શિવપાલે ટિ્‌વટર હેન્ડલ પર જે નવી તસવીર રાખી છે તે બ્લેક એન્ડ વ્હાઈટ છે અને કેપ્શનમાં લખ્યુ છે ‘હૈ તૈયાર હમ’. તેમના ટિ્‌વટર હેન્ડર પર થયેલા ફેરફાર બાદ તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. શિવપાલ યાદવ ઈટાવા પહોંચ્યા હતા. જેથી કરીને પરિષદ ચૂંટણીમાં પોતાના રાઈટ ટુ વોટનો પ્રયોગ કરી શકે.શિવપાલ યાદવે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ એમ તો ન કહી શકે કે તેમણે કોને મત આપ્યો. પરંતુ જેને પણ આપ્યો તે જરૂર જીતશે. પોતાના આગળના પ્લાન વિશે તો તેમણે કઈ બહુ સ્પષ્ટ ન કર્યું પરંતુ એટલું જરૂર કહ્યું કે રાહ જુઓ બધુ ખબર પડી જશે. બહુ જલદી સુખદ સંદેશ મળશે. સારા દિવસ બહુ જલદી આવવાના છે. શિવપાલ યાદવના અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી સાથે પોતાના તમામ સંબંધ તોડીને યુપીમાં ભાજપ સાથે ગઠબંધન કે વિલયનો વિકલ્પ પસંદ કરવા અંગે અટકળો થઈ રહી છે. હાલમાં જ શિવપાલ યાદવે ટિ્‌વટર પર પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માને ફોલો કરવાનું શરૂ કર્યું. યુપીમાં આ વર્ષ જુલાઈમાં રાજ્યસભાની ૧૧ સીટ ખાલી પડવાની છે. જેમાંથી ૭ થી ૮ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. એવી અટકળો થઈ રહી છે કે શિવપાલ હવે ભાજપની મદદથી રાજ્યસભા જઈ શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે શિવપાલ યાદવ જસવંતનગર સીટથી તેમના પુત્ર આદિત્ય યાદવને ઉતારી શકે છે. તેઓ તેમના પુત્રને પણ ભાજપ તરફથી ઉતારવાની ફિરાકમાં છે.

Shivpal-Yadav.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *