ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા હલચલ મચી જવા પામી છે. લેડી ડોન નામના ટિ્વટર હેન્ડલ પરથી એક પછી એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે વિધાનસભા, લખનૌ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ મૂકવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ પણ મરી જશે. એક કલાક પછી ભીમ સેના પ્રમુખ સીમા સિંહ યોગી આદિત્યનાથને માનવ બોમ્બ તરીકે મારી નાખશે. રાશિદે બોમ્બ લગાવી દીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ દરમિયાન ટિ્વટ કરવામાં આવ્યું હતું કે સુલેમાનભાઈએ ગોરખનાથ મઠમાં આઠ જગ્યાએ બોમ્બ રાખી દીધા છે. આનાથી યોગી આદિત્યનાથ મરી જશે. ટ્વીટમાં ફરી એકવાર સીમા સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો. એક કલાક પછી એક ટ્વીટ થયું અને મેરઠમાં દસ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની વાત લખવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જીજીઁ ડૉ. વિપિન ટાડાએ કહ્યું કે તેમને આ મામલાની માહિતી મળી છે. મંદિર અને અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ક્યાંય પણ વાંધાજનક વસ્તુ મળી નથી. કોઈની ટીખળ જેવું લાગે છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૫૮ બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૦ ફેબ્રુઆરીએ છે. આ પહેલા ભાજપ રવિવારે એટલે કે આજે રાજ્યની જનતા સમક્ષ પોતાનો સંકલ્પ પત્ર રજૂ કરશે. પાર્ટીના આ સંકલ્પ પત્રના કેન્દ્રમાં ગરીબો, ખેડૂતો અને મહિલાઓ હશે. આ ઉપરાંત નવી રોજગારી સર્જન પર પણ ધ્યાન આપવામાં આવશે. પાર્ટી કેટલાક મહત્વના વચનો પણ આપી શકે છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રને મળતી વીજળી અંગે પણ કંઈક જાહેરાત કરી શકે છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપે વર્ષ ૨૦૧૭માં જે કહ્યું હતું તે તેમની સરકારે પૂર્ણ કર્યું છે. તેની તૈયારી માટે ભાજપે નાણામંત્રી સુરેશ ખન્નાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિના સભ્યોએ રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. હકીકત એ છે કે, શુક્રવારે મધ્યરાત્રિએ સીએમ યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ ગોરખપુર પોલીસ પ્રશાસનમાં હલચલ મચી ગઈ હતી. મેરઠની સાથે લેડી ડોન નામના ટિ્વટર એકાઉન્ટ પર લખનૌ વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. માહિતી મળ્યા પછી પોલીસે સાવચેતીના પગલા તરીકે ગોરખનાથ મંદિરની આસપાસના વાહનોની તપાસ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.