ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશના બદાયૂંમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પત્નીએ પતિને જબરજસ્તીથી છૂટાછેડા આપી દીધા છે. પતિનું કહેવું છે કે તે ૧ વર્ષથી દિલ્હીના સીલમપુર વિસ્તારમાં રહીને રેડીમેડ કપડાનું કામ કરી રહ્યો હતો. વિગત ૨૨ તારીખે બદાયૂં આવ્યો હતો. જ્યાં તેની પત્નીએ તેને ઘરમાં ઘુસવા દીધો નહોતો. તેની પત્નીએ તેની સામે એક કાગળ ફેંક્યો હતો. જે ડિવોર્સ પેપર હતું. જેમાં ૨ સાક્ષીઓના હસ્તાક્ષર પણ હતા. પતિએ જણાવ્યું કે પત્નીએ તેને કહ્યું કે મેં તને ડિવોર્સ આપી દીધા છે. તેણે પોતાના બીજા નિકાહ કરી લીધા છે. આ સમગ્ર મામલો બદાયૂંની ઉપર પર મોહલ્લાનો છે. અહીં રહેનાર મોહમ્મદ અફજાલ ૧ વર્ષ પહેલા રેડીમેડનો કારોબાર કરવા, દિલ્હીના સીલમમુર વિસ્તારમાં આવી ગયો હતો. વિગત ૨૨ તારીખે જ્યારે ઘરે આવ્યો તો તેની પત્નીએ તેને ઘરમાં ઘુસવા ન દીધો. પત્નીએ કહ્યું મેં તને છુટાછેડા આપી દીધા છે. હવે તું આ ઘરમાં ન રહી શકે. પત્નીએ તેને એક-એક એફિડેવિટ આપી, જેની પર બે સાક્ષીઓના હસ્તાક્ષર હતા. પત્નીનો આવો વ્યવહાર જાેઈને અફજાલ ચોંકી ગયા હતા. તેને કઈં જ સમજાયું નહોતું. તે પછીથી તેણે પોલીસમાં ફરીયાદ કરી છે. અફજાલને એક ૧૪ વર્ષનો એક પુત્ર અને ૧૧ વર્ષની એક છોકરી છે. અફજાલના લગ્નને લગભગ ૧૬ વર્ષ થયા છે. જાેકે અચાનક જ આ બધુ થઈ જતા અફજાલ મૂંઝવણમાં છે. અફજાલના જણાવ્યા મુજબ તેમની પત્નીએ એ પણ કહ્યુ કે તમારું મોઢું બંધ રાખો અને ૫ લાખ રૂપિયા મારી પાસેથી લઈ લો. અફજાલે સમગ્ર મામલાની ફરિયાદ મુખ્યમંત્રી પોર્ટલ, બદાયૂં એસએસપી અને કોતવાલીમાં કરી. જાેકે તેની સુનાવણી ક્યાંય થઈ રહી નથી. અફજાલના જણાવ્યા મુજબ, તે લગભગ એક કરોડની સંપત્તિ તેમની પત્નીના નામે કરી ચુક્યા છે. સંપત્તિ નામે થયા પછી, પત્ની હવે હેરાન કરી રહી છે. તેણે છેતરપિંડી કરીને છુટાછેડા આપી દીધા અને ઘરની બહાર કાઢી મુક્યો. અફજાલના જણાવ્યા મુજબ, તેની પત્નીએ એક જ આધાર નંબર, અલગ-અલગ પતિના નામથી બનાવી રાખ્યો છે. અફજાલે જણાવ્યું કે હું દિલ્હીમાં રહીને કામ કરી રહ્યો હતો. ત્યારે મને ખબર પડી કે મારી પત્ની અહીં સંપત્તિ વેચી રહી છે. તેના માટે હું બદાયૂં આવ્યો, જાેકે તેણે મને ઘરમાં ન ઘુસવા દીધી. તેણે કહ્યું કે મારા છુટાછેડા થઈ ગયા છે. મેં તેને પુછ્યું કે મેં ક્યારે તલાક આપ્યા તને, તો તેણે મને એક કાગળ આપ્યું. જેમાં ૭ જૂને તેણે મને તલાક આપી દીધા હોવાની વાત છે. છુટાછેડાના કાગળમાં પત્નીએ મને ૨ લાખ રૂપિયા આપ્યા હોવાની વાતનો પણ ઉલ્લેખ છે. તેમાં પણ બે નકલી સાક્ષીઓના હસ્તાક્ષર તેણે કરાવ્યા છે. જ્યારે અમારે ત્યાં પત્ની દ્વારા તલાક લેવાને ઈદત કહે છે. પત્ની દ્વારા ઈદતનો સમય ૩ મહિના ૧૦ દિવસનો હોય છે. જાેકે કાગળો મુજબ તેણે બીજા નિકાહ કરી લીધા છે. અફજલે આરોપ લગાવ્યો કે હું બધી જગ્યાએ મામલાની ફરિયાદ કરી ચુક્યો છું, જાેકે ક્યાંય સુનાવણી થઈ નથી.