બાગપત
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વિજળી સપ્લાઈ માટે પશ્ચિમાંચલ વિદ્યુત નિગમે જુગાડવાળી ફોર્મ્યુલા અપનાવી છે. નિગમ અધિકારીઓએ કેટલાય ગામમાં લો ટેન્શનની લાઈનને ઝાડ પર બાંધીને વિજળી આપી દીધી છે. હવે હાઈ ટેન્શનની લાઈનને પણ સુકા ઝાડની ડાળીઓમાં ઈંસુલેટર ફેસાવીને બાંધવાનું શરુ કરી દીધું છે. આવી સ્થિતિમાં કોઈ પણ સમયે ઈંસુલેટર તૂટીને વિજળીના તાર નીચે પડી શકે છે અને મોટી દુર્ઘટના ઘટી શકે છે. ગામ લોકો આ સંબંધમાં સતત ફરિયોદ કરતા આવ્યા છે, પણ હજૂ સુધી આ સમસ્યાનું સમાધાનનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગામલોકોના જણાવ્યા અનુસાર, કેટલાય ગામોમાં વિજળી સપ્લાઈ કરવા માટે જુગાડનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે, કેટલાય ગામોમાં થાંભલા વગર જ વિજળીની લાઈન ખેંચી લેવામાં આવી છે. ક્યાંક આ લાઈન ઝાડની ડાળીઓ પર લગાવી છે, તો ક્યાં મકાનની દિવાલો પર લોખંડના એંગલ લગાવીને હાઈ ટેન્શન લાઈન ખેંચી લેવામાં આવી છે. ત્યારે આવી સ્થિતિમાં આ લાઈન ગમે ત્યારે તૂટીની નીચે આવી શકે છે, તેના કારણે મોટુ નુકસાન પણ થઈ શકે છે. તો વળી વરસાદના દિવસોમાં લોખંડની એંગલને અથવા ઝાડની ડાળી મારફતે કરંટ નીચે આવી શકે છે. તેનાથી મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. ગામલોકોના જણાવ્યા અનુસાર કેટલાય ગામોમાં વિદ્યુતીકરણના નામ પર પશ્ચિમાંચલ વિદ્યુત નિગમે ફક્ત કાગળ પર કામ હોય તેવું લાગી રહ્યું છે. જર્જર અને ક્ષતિગ્રસ્ત તાર દ્વારા ગામડાઓમાં વિજળી પહોંચાડવામાં આવી રહી છે. આવા સમયે વિજળીના તાર પર લોડ વધી જાય તો, તાર તૂટીને નીચે આવી શકે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે.


