Uttar Pradesh

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં વહુએ સાસુ-સસરાને ઊંઘની ગોળી આપી પ્રેમી સાથે થઈ ફરાર

શાહજહાંપુર
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં પરણેલી મહિલાએ પોતાના સાસરિયાવાળાઓને ચામાં ઊંઘની ગોળીમાં આપીને બેભાન કરી દીધા હતા. ત્યાર બાદ મહિલા ઘરેણાં લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ મામલાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરુ કરી. ઘટનાના ચાર દિવસ બાદ પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, જાેઈએ તો, કાટ પોલીસ ચોકીની હદ વિસ્તારમાં રહેતા વિકાસે ૧૩ નવેમ્બરે પોલીસને પોતાની પત્ની શોભા અને તેના પ્રેમી અહેસાન ઉર્ફ પંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયુ હતું કે, શોભાએ તેના પતિ વિકાસ, સાસુ સદાવતી, સસરા મેવારામને ચામાં ઊંઘની ગોળીઓ આપી દીધી હતી. જ્યારે બધા બેભાન થઈ ગયા તો તેણે ઘરમાંથી સાડા ચાર લાખ રૂપિયાના ઘરેણાં અને ૫૦ હજાર રોકડ રકમ લઈને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ મામલાની ફરિયાદ પર પોલીસે બંનેની ધરપકડ કરી છે. પુછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેનું પિયર ઝલાલાબાદમાં આવેલું છે. મહિલાએ કહ્યું કે, તેની દોસ્તી અહેસાન સાથે ઈંસ્ટાગ્રામ પર થઈ હતી. અહેસાન પૂર્વ પટ્ટી કસ્બાનો રહેવાસી છે. બંને વચ્ચે વાતચીત શરુ થયા બાદ પ્રેમ થયો હતો. આ તમામની વચ્ચે શોભાના લગ્ન ૫ મે ૨૦૨૧ના રોજ વિકાસ સાથે થયા હતા. જે દરમિયાન શોભા અને તેના પ્રેમી વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા. પોલીસે આ બંનેની ધરપકડ કરી તેમની પાસેથી ધરેણાં અને ૪૨૪૫૦ રૂપિયા જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *