Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં એક વ્યક્તિ નાગપંચમીના દિવસે ભેંસની માફક વ્યવહાર કરે છે

ઉત્તરપ્રદેશ
આમ તો તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જાેયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના મહારાજગંજથી સામે આવેલા આ મામલા વિશે જાણીને તમને આશ્વર્ય થશે. જાેકે અહીં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે દર ત્રીજા વર્ષે નાગ પંચમી પર તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરી જાય છે અને ત્યારે તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વ્યક્તિ ભૈંસાસુર બનીને ઘાસ ખાવા લાગે છે તો મોટી સંખ્યામાં લોકો તેની પાસે આવે છે અને તેના આર્શિવાદ લે છે. આ વાયરલ વીડિયોની સચ્ચાઇ જણીને તમે પણ આશ્વર્ય પામશો. જાેકે મોટાભાગના લોકો તેન અંધવિશ્વાસ કહી રહ્યા છે. દર ત્રીજી નાગ પંચમી પર ભૈંસાસુર બનવાનો દાવો કરનાર આ વ્યક્તિનું નામ બુધીરામ છે. તે રોડવેઝમાં કામ કરતો હતો અને હવે નિવૃત થઇ ચૂક્યો છે. બુધીરામે જણાવ્યું કે તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરવાની ઘટના ગત ૪૦ વર્ષથી વધુ સમયથી થઇ રહી છે. તમને જણાવી દઇએ કે નાગ પંચમીના દિવસે તે પોતાના ઘરની બહાર બનેલા માતાના મંદિરમાં બેસી જાય છે. પછી લોકો ફૂલ માળા ચઢાવીને તેમનું સન્માન કરે છે. ત્યારબાદ તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે જેને જાેઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય. બુધીરામે દાવો કર્યો કે દર ત્રીજા વર્ષે નાગ પંચમીના દિવસે તેમના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરે છે. જાેકે બાકીના દિવસ સામાન્ય રહે છે. ૩ વર્ષમાં ફક્ત ૧ દિવસ એવો હોય છે જ્યારે તે કોઇ ભેંસની માફકની માફક વ્યવહાર કરે છે. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ તેને અંધવિશ્વાસ ગણાવી રહ્યા છે તો અન્ય યૂઝર્સ આ ઘટના વિશે જાણીને આશ્વર્ય ચકિત રહી ગયા છે. એક યૂઝરે લખ્યું કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. શું ખરેખર આવું થઇ શકે છે.?

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *