Uttar Pradesh

કપિલ સિબ્બલ કોંગ્રેસમાંથી છુટા થઈ સપાના સમર્થનથી રાજયસભામાં જશે

લખ્નૌઉ
કપિલ સિબ્બલે આજે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની હાજરીમાં લખનઉ ખાતે રાજ્યસભા ચૂંટણીમાં માટે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે કહ્યું કે મે ૧૬મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. અહીં એ ખાસ જણાવવાનું કે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે પણ તેમને સમાજવાદી પાર્ટીનું સમર્થન મળેલું છે. આ અંગે નિવેદન આપતા તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ૨૦૨૪માં એક એવો માહોલ બને જે જેનાથી મોદી સરકારની જે ખામીઓ છે તેને જનતા સુધી પહોંચાડી શકાય. હું તેનો પ્રયાસ કરીશ. કપિલ સિબલે વધુમાં કહ્યું કે હું સમજુ છું કે જ્યારે કોઈ અપક્ષ અવાજ ઉઠાવશે તો લોકોને એવું લાગશે કે તેઓ કોઈ પાર્ટી સાથે જાેડાયેલા નથી. અમે વિપક્ષમાં રહીને ગઠબંધન બનાવવા માંગીએ છીએ જેથી કરીને મોદી સરકારનો વિરોધ કરીએ. તેમણે કહ્યું કે મે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. મને સમર્થન આપવા બદલ અખિલેશ યાદવનો આભારી છું. તેમણે આઝમ ખાન પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો. અત્રે જણાવવાનું કે ૨૦૧૬ની રાજ્યસભા ચૂંટણીમાં કપિલ સિબ્બલ કોંગ્રેસના ઉમેદવાર હતા જેને તત્કાલિન સત્તાધારી સમાજવાદી પાર્ટી દ્વારા સમર્થન મળેલું હતું. યુપી વિધાનસભામાં કુલ ૪૦૩ બેઠકો છે. જેમાંથી બે સીટ ખાલી છે. હાલ ૪૦૧ ધારાસભ્યો હોવાથી એક સીટ માટે ૩૬ એમએલએ વોટ જાેઈએ. ભાજપ ગઠબંધન પાસે ૨૭૩ એમએલએ છે આથી તેમને ૭ બેઠકો જીતવા માટે મુશ્કેલી નહીં પડે. સપાના ૧૨૫ સભ્યો છે. એટલે ૩ સીટ માટે મુશ્કેલી નહીં પડે. પરંતુ ૧૧મી બેઠક માટે ભાજપ અને સપા વચ્ચે ઘમાસાણ મચશે. હાલ રાજ્યસભામાં સપાના ૫ સભ્ય છે. જેમાં કુંવર રેવતી રમન સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ ૪ જુલાઈએ પૂરો થાય છે. ઉપલા ગૃહની ૧૧ બેઠકો માટે ૨૪મી મેથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની રહી છે. દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે આજે લખનઉમાં રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. જાે કે અહીં એક વાત ખાસ જણાવવાની કે કપિલ સિબ્બલે હવે કોંગ્રેસને ટાટા બાયબાય કરી દીધુ છે અને આજે સમાજવાદી પાર્ટીના ચીફની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. એટલે અર્થ સ્પષ્ટ છે કે સપાનું તેમને સમર્થન છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાનો ખુલાસો તેમણે આજે કર્યો.

Kapil-Sibal-by-by-Congress.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *