Uttar Pradesh

તમને લાગે છે કે હું ભાજપના સંપર્કમાં છું તો મને કાઢી મુકતા કેમ નથી ઃ શિવપાલ યાદવ

લખનઉ
શિવપાલ યાદવને લગતા સવાલ પર અખિલેશ યાદવે આગ્રામાં સંકેત આપતા કહ્યું હતું કે શિવપાલ યાદવને ભાજપની નજીકના હોવાનું જણાવતા કહ્યું હતુ કે તેઓએ જતુ રહેવું જાેઈએ. અખિલેશે કહ્યું હતું કે જે પણ ભાજપમાં છે તે સપામાં કેવી રીતે હોઈ શકે છે. આજે પત્રકારો સાથે વાત કરતા શિવપાલે કહ્યું કે તેઓ સમાજવાદી પાર્ટીના ૧૧૧ ધારાસભ્યોમાંથી એક છે. આઝમ ખાન વિશે પૂછવામાં આવેલા સવાલ પર શિવપાલ યાદવે કહ્યું કે તેઓ આઝમ ખાનના સતત સંપર્કમાં છે. તેમની તબિયત ખૂબ જ ખરાબ છે. હું તેમને મળવા માટે ફરી જઈશ. એટલું જ નહીં શિવપાલ યાદવે વધુમાં કહ્યું કે આઝમ ખાનની તબિયત સારી નથી. રાજકીય અદાવતના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કે, આઝમ ખાન અને અખિલેશ યાદવ વચ્ચેના ઝઘડાના સમાચાર પણ હેડલાઇન્સ બની રહ્યા છે. શિવપાલ યાદવે ઓમ પ્રકાશ રાજભરના એ દાવાને પણ ફગાવી દીધો હતો, જેમાં તેમણે શિવપાલ યાદવને મળવાની વાત કરી હતી. રાજભરે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને શિવપાલ યાદવ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. શિવપાલે કહ્યું કે ઓમપ્રકાશ રાજભર જી સાથે મારી કોઈ વાત થઈ નથી. શિવપાલે કહ્યું કે કદાચ ઓમપ્રકાશ રાજભર મારા નામથી કોઈ અન્ય સાથે વાત કરી રહ્યા છે. શિવપાલ યાદવે ભાજપમા જાેડાવાના સવાલ પર કહ્યું હતુ કે આ બાબતે યોગ્ય સમયે ર્નિણય લઈશ. હાલમાં આ બાબતે કોઈ ર્નિણય લીધો નથી. શિવપાલે વધુમાં કહ્યું હતુ કે હાલમાં તેઓ પાર્ટીની સમીક્ષા કરશે અને ત્યારબાદ નવા સંગઠનની રચના કરશે. ખરેખર, વિઘાનસભાની ચૂંટણીના પરિણામો બાદથી જ અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે ટકરાવ વધી ગયો છે. શિવપાલને સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોના બેઠકમાં પણ બોલાવવામાં આવ્યા નહતા. બુધવારે આગ્રા પહોંચેલા અખિલેશ મીડિયા સાથા વાતચીત કરતા આક્રોશમાં રહેલા જણાયા હતા. કાકા શિવપાલ અને સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે થયેલી મુલાકાત બાબતે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કહ્યું હતુ્‌ કે તેઓ ભાજપની સાથે…તો અમારી સાથે ન હોઈ શકે છે. ત્યારબાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.સમાજવાદી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચેલા શિવપાલ યાદવે ભત્રીજા અખિલેશ યાદવના ટોણાનો જડબાતોડ જવાબ આપ્યો છે. શિવપાલ યાદવે લખનઉમાં જણાવ્યું હતું કે જાે અખિલેશ યાદવને લાગે છે કે હું ભાજપના સંપર્કમાં છું તો વિધાનસભા મને પાર્ટીમાંથી કેમ કાઢી મુકતા નથી? શિવપાલે કહ્યું કે તેમની પાસે અધિકાર છે. જાે હું ભાજપના સંપર્કમાં છું તો તેઓ મને પાર્ટીમાંથી બહાર કરી શકે છે.

shivpal-yadav.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *