Uttar Pradesh

પટનાના ખાન સરને પોલીસે રાજય ન છોડવાની સૂચના આપી

લખીમપુર
ઇઇમ્-દ્ગ્‌ઁઝ્ર પરિણામ અને પરીક્ષા બાદ થયેલી બબાલ મામલે પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે તેમની પૂછપરછ કર્યા બાદ નોટિસ પર સહી કરીને તેને જવા દીધા હતા. આ સાથે પોલીસે ખાન સરને ઘણી સૂચનાઓ પણ આપી છે. પોલીસે ખાન સરને કહ્યું કે, જ્યાં સુધી આ મામલે સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી તે બિહાર છોડીને બીજા રાજ્યમાં જઈ શકે નહીં. આ સાથે પોલીસે પુરાવા સાથે ચેડા ન કરવા અને સાક્ષીઓને ન ધમકાવવાની સૂચના આપી છે. ખાન સરને પોલીસ દ્વારા કેસની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે. ખાન સરે પોલીસને તપાસમાં સહકાર આપવા પણ કહ્યું છે, હકીકતમાં, ૨૪ જાન્યુઆરીએ પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ પર વિદ્યાર્થીઓએ ઇઇમ્-દ્ગ્‌ઁઝ્ર પરિણામ અને પરીક્ષાનો વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસે ત્યાંથી ચાર વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી, પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમને ખાન સર સહિત છ શિક્ષકોએ હંગામો કરવા માટે ઉશ્કેર્યા હતા. આ પછી પોલીસે નિવેદનના આધારે તમામ શિક્ષકો વિરુદ્ધ એફઆઈઆર નોંધીને નોટિસ મોકલી હતી. જે બાદ ખાન સર પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ખાન સર વિરુદ્ધ કેસ નોંધાયા બાદ રાજકીય પક્ષોના નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા હતા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ૐછસ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીએ ટ્‌વીટ કર્યું હતું કે, હિંસા અને બંધારણને તોડફોડ કરવાનો કોઈને અધિકાર નથી, પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે સરકાર રોજગારની વાત કરે, નહીં તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આના કરતાં ઇઇમ્ દ્ગ્‌ઁઝ્ર ઉપદ્રવના નામે ખાન સર સહિતના શિક્ષકો સામેના કેસ આ અઘોષિત યુવા આંદોલનને વધુ ભડકાવી શકે છે. તો સાથે જ આરજેડીએ પણ ખાન સર વિરુદ્ધની એફઆઈઆરને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે, પોલીસે શિક્ષકો પર નહીં પરંતુ રેલવે રિસ્ટોરેશન બોર્ડ વિરુદ્ધ કેસ દાખલ કરવો જાેઈએ. તેના અધ્યક્ષ સહિત તમામ સભ્યોને આરોપી બનાવવા જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *