Uttar Pradesh

પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની ર્નિદયતાથી હત્યાની ઘટના આવી સામે

ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૫ લોકોની ર્નિમમ હત્યાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. નવાબગંજ વિસ્તારમાં ૫ લોકોને ર્નિદયતાથી મોતને ઘાટ ઉતારી દેવાયા. તમામ મૃતકો એક જ પરિવારના હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે તમામ મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. મૃતકોમાં પતિ, પત્ની અને ત્રણ બાળકો સામેલ છે. મૃતક પરિવાર મૂ્‌ળ કૌશાંબીના સિરાથુનો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પ્રયાગરાજના નવાબગંજના ખાગલપુર ગામમાં મૃતક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હત્યાનું કારણ તો હજું સ્પષ્ટપણે જાણવા મળ્યું નથી. પોલીસ ઘટનાના તમામ પહેલુંઓ પર બારીકાઈથી તપાસ કરી રહી છે. એક જ કમરાની અંદરથી પાંચેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં પત્નીની સાથે ત્રણ બાળકોના મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં બેડ પર પડેલા જાેવા મળ્યા હતા. આ ઉપરાંત પતિનો મૃતદેહ ફાંસીના ફંદે લટકેલો મળ્યો છે. આવામાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ સમગ્ર હત્યાકાંડને આરોપીઓ દ્વારા આત્મહત્યામાં ખપાવવાની પણ કોશિશ કરી થઈ હોઈ શકે છે. જાે કે સમગ્ર ઘટનાક્રમની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આખરે પતિ દ્વારા આ ઘટનાને અંજામ અપાઈને પોતે ફાંસી પર લટકી ગયો કે પછી પાંચેય પરિજનોની હત્યા બાદ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *