ફિરોઝાબાદ
ઉત્તર પ્રદેશમાં એક પોલીસકર્મીને ગામની મહિલાઓએ જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી છે. ફિરોઝાબાદમાં તહેનાત એક પોલીસકર્મી પર આરોપ છે કે, તે સ્થાનિક મહિલા સાથે અશ્લીલ વાતો કરતો હતો. એટલું જ નહીં તે પોલીસકર્મી રાત્રે મહિલાના ઘરની બહાર હોર્ન વગાડીને હેરાન પણ કરતો હતો. જેને લીધે ગામની મહિલાઓએ નશામાં ધૂત પોલીસકર્મીને જાહેરમાં માર્યો હતો. આ મારામારીનો વીડિયો ત્યાં હાજર એક યુવકે તેના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયોમાં વાઇરલ કર્યો હતો. મહત્ત્વનું છે કે, આ અંગે ફિરોઝાબાદના પોલીસ અધિકારીઓએ આ જવાન રજા પર હતો એવું કહીને મામલો ટાળી દીધો છે.
