ઉત્તરપ્રદેશ
યુપીના ગોરખપુર જિલ્લામાં નશામાં ધૂત પિતાનું રાક્ષસી કારનામું સામે આવ્યું છે.જણાવવામાં આવી રહ્યું છે કે નશામાં ધૂત પિતાએ પત્ની અને પુત્રને કારથી કચડી નાખ્યા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઘાયલ પત્ની મેડિકલ કોલેજમાં દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર ચૌથી ગુપ્તા તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને રોજ ઘરમાં ઝઘડા કરતો હતો. ઘણી વખત મોટી દીકરી અને દીકરાએ પણ તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે તેમની સાથે ઝઘડો પણ કરતો હતો. આ કેસમાં પોલીસે આરોપીની પુત્રીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. સાથે જ ફરાર આરોપીની ધરપકડ માટે પોલીસ શોધખોળ ચાલુ છે. પિપરાચ પોલીસ સ્ટેશનના બેલવાર વિસ્તારની છે. જ્યાં બુધવારે મોડી રાત્રે પ્રોપર્ટી બિઝનેસમેન ચૌથી ગુપ્તાએ પત્ની સાથેના વિવાદને લીધે, પત્ની અને પુત્રને કાર નીચે કચડી નાખ્યા હતા. કહેવાય રહ્યું છે કે પ્રોપર્ટી બિઝનેસમેન ચૌથી ગુપ્તા તેની પત્નીને મારવાના ઈરાદે તેના પર કાર ચલાવી હતી. આ દરમિયાન બચાવવા ગયેલા પુત્રને પણ ઝડપભેર આવતી કારે ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. જ્યારે આરોપીની પુત્રીએ તેના જ પિતા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં એસપી નોર્થ મનોજ અવસ્થીએ જણાવ્યું છે કે, આ ઘટના મોડી રાત્રે બની હતી. જ્યારે પ્રોપર્ટીના ધંધાર્થીએ દારૂના નશામાં પત્ની અને પુત્ર પર કાર ચઢાવી છે. આ ઘટનામાં ઘાયલ પુત્રનું મોત થયું છે જ્યારે પત્ની ઘાયલ છે. જેના કારણે તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.
