Uttar Pradesh

યુપીના યોગી આદિત્યનાથ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ

ઉત્તરપ્રદેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેર વિકાસ માટે આપેલા ૧૦૦ દિવસના ટાર્ગેટના મોટાભાગના કામો નિયત સમય મર્યાદા પહેલા પૂર્ણ થઈ ગયા છે. વિભાગને સોંપવામાં આવેલા ૨૪ કામોમાંથી ૨૨ કામો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે ૧૪ શહેરોમાં ઈલેક્ટ્રિક બસોની સંખ્યા બમણી કરવાની અને સિટી બસ સેવા માટે મોબાઈલ એપ તૈયાર કરવાનું કામ હજૂ પૂર્ણ કરવાનું બાકી છે. જાેકે, વિભાગનું કહેવું છે કે, બાકીના બે કામોમાંથી ૭૦ ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રાથમિક, માધ્યમિકથી ઉચ્ચ, વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ માટે નક્કી કરાયેલા મોટાભાગના લક્ષ્યાંકો પૂરા થઈ ગયા છે, જ્યારે કેટલાકપૂર્ણ થવાના આરે છે. ઉનાળુ વેકેશન બાદ જુલાઈથી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થવાના કારણે બાકી રહેલી કામગીરીને વેગ મળ્યો છે. આવાસમયે, રોજગાર, એપ્રેન્ટિસશીપ અને પ્લેસમેન્ટ મેળાઓનું સંગઠન લક્ષ્યાંક કરતાં વધી ગયું છે. વર્તમાન સત્ર ૨૦૨૨-૨૩માં કાઉન્સિલની શાળાઓમાં બે કરોડ બાળકોને દાખલ કરવાનો લક્ષ્યાંક હતો. તેની સામે ૧.૮૮ કરોડ બાળકો નોંધાયાછે. ઉનાળુ વેકેશન બાદ શાળા શરૂ થતાં નામાંકનની કામગીરી ચાલી રહી છે. બીજાે ધ્યેય તમામ નોંધાયેલા વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા આધારનોંધણી મેળવવાનો હતો. આ અંતર્ગત ૧.૬૬ કરોડ બાળકોની આધાર નોંધણી કરવામાં આવી છે. માધ્યમિક શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓની વેબસાઈટ, ઈ-મેલ આઈડી બનાવવાનું અને સરકારી શાળાઓમાં બાયોમેટ્રિક હાજરીનીરજૂઆતનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ઈ-મેલ આઈડી અને વેબસાઈટ પણ લગભગ તૈયાર છે. આ તમામની કાર્યક્ષમતા ચકાસવામાંઆવી રહી છે. ૪૧ હાઈસ્કૂલ, ૧૮ ઈન્ટર કોલેજના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભરતી, પ્રમોશનની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. નવી કોલેજાે પણ શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ, પ્રાઈવેટયુનિવર્સીટી શરૂ કરવાનું કામ હજૂ ચાલુ છે. ઈ-લર્નિંગ પાર્ક અને ઈન્ક્યુબેટર શરૂ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે, તમામ સૂચિત ધ્યેયો પૂર્ણ થયા છે. વિશ્વકર્મા ટેક્નોલોજિકલ અપગ્રેડેશન પ્રોગ્રામના પ્રારંભ હેઠળ, સ્માર્ટડ્ઢછજી બોર્ડની સ્થાપના અને ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. પ્લેસમેન્ટ સેલની સ્થાપના અને પ્લેસમેન્ટ ડેનું આયોજન દર મહિનાની ૨૧ તારીખેકરવામાં આવે છે. ૮ હજાર યુવાનોને રોજગારી આપવામાં આવી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કીમ હેઠળ ૧૦ હજાર યુવાનોનેએપ્રેન્ટીસશીપ મેળવવાનો લક્ષ્યાંક હતો, જ્યારે ૩૦ જૂન સુધીમાં ૧૦ હજારથી વધુ યુવાનો તેની સાથે જાેડાઈ ચૂક્યા છે. હોસ્પિટલોમાં સસ્તા દરે સુવિધાઓમાં વધારો, દવાઓ અને ડૉકટર્સની અછત હજૂ પણ એક પડકાર વિભાગ સરકારી હોસ્પિટલોના મોરચે ઘણી હદ સુધી સફળ રહ્યો છે, પરંતુ દવાઓ અને ડૉકટર્સની અછત એક મોટો પડકાર છે. તેને ધ્યાનમાંરાખીને આગામી છ મહિનામાં તબીબોની ખાલી જગ્યાઓ ભરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ડૉક્ટર્સને જેનરિક દવાઓ લખવાનીસૂચના આપવામાં આવી છે, પરંતુ જન ઔષધિ કેન્દ્રોમાં બધી દવાઓ ઉપલબ્ધ નથી. દ્ગઈઈ્‌ દ્વારા નર્સિંગ કોલેજાેમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૧૪ મેડિકલ કોલેજનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. પીપીપી મોડલપર ચાલતી ૧૬ મેડિકલ કોલેજાેમાંથી બે ફિક્સ કરવામાં આવી છે. મેડિકલ કોલેજાેમાં સ્મ્મ્જીની ૬૦૦ બેઠકો વધારવામાં આવી છે. પીજીમાટે ૭૨૫, નર્સિંગ માટે ૨૪૦૦ અને પેરામેડિકલ માટે ૬૦૦ સીટો વધારવામાં આવી છે. ગોરખપુરમાં સ્થાપિત મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી સાથે આયુર્વેદિક, યુનાની અને હોમિયોપેથી કોલેજાેનું જાેડાણ શરૂકરવામાં આવ્યું છે. ખેડૂતોને દવાઓની કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તેનો એક્શન પ્લાન કેન્દ્રને મોકલવામાંઆવ્યો છે.

file-02-page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *