લખનઉં
દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી ઓછા થઈ રહ્યા હતા. મોતના આંકડાઓમાં પણ ઘટાડો જાેવા મળ્યો હતો, કોરોના સંક્રમણ દર પણ ઘણો નીચે જઈ રહ્યો હતો. જ્યારે, ઉત્તર પ્રદેશમાં પણ કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો હતો. કોરોનાની ત્રીજી લહેર કમજાેર પડતા જ રાજ્ય સરકારે ઘણા પ્રતિબંધોને હટાવવાનું શરૂ કરી દીધું હતું. આ કડીમાં આજે રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂને પણ સમાપ્ત કરવાનો ર્નિણય લીધો છે. પ્રદેશ સરકારે નાઈટ કર્ફ્યૂ હટાવતા જ સામાજિક, ખેલ ગતિવિધિઓ, મનોરંજન, લગ્ન સમારોહ, સાંસકૃતિક સમારોહ જેવા પર લાગેલા પ્રતિબંધોને હટાવવાનો ર્નિણય લીધો છે. તેમાં હવે લોકો પૂર્ણ ક્ષણતાની સાથે સામેલ થઈ શકશે. જાેકે, તે દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પુરેપુરું પાલન કરવાનું રહેશે. જ્યારે સ્વીમિંગ પુલ, વોટર પાર્ક, રાજનીતિ રેલી, ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ યથાવત રહેશે. તેના સિવાય રાજ્યમાં તમામ આંગણવાડી કેન્દ્ર ૧ માર્ચથી ખોલવામાં આવશે. તેના માટે અલગથી ર્જીંઁ જાહેર કરવામાં આવશે.દેશમાં હવે ધીરે ધીરે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. તેને જાેતા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા દરેક પ્રકારના પ્રતિબંધોમાં હવે છૂટછાટ આપવામાં આવી રહી છે. આ કડીમાં ઉત્તર પ્રદેશે નાઈટ કર્ફ્યૂ ખતમ કરવાનો ર્નિણય લીધો છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસના ઘણા ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં યોગી સરકારે લોકોને રાહત આપતા નાઈટ કર્ફ્યૂ ખતમ કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે અગાઉ યૂપીમાં રાત્રે ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ હતો. જાેકે, સરકારે તે સમયે સાવધાની રાખવાનો આદેશ પણ જાહેર કર્યો હતો.
