ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે લખનૌમાં સ્ટેડિયમમાં યોજાયો હતો, જેમાં યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ૨૫ કેન્દ્રીય મંત્રીઓ, મ્ત્નઁ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. યોગી કેબિનેટમાં ૫૨ મંંત્રીઓએ પણ શપથ લઈ લીધા છે, જેમાં કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ડેપ્યુટી ઝ્રસ્ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ, હરિયાણા, મણિપુર, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ સાથે સાથે આ સાથે યોગ ગુરુ બાબા રામદેવ અને મુખ્ય મઠોના સંતો-મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત લખનૌના તમામ રસ્તાઓ અને ચોકડીઓ કેસરી રંગમાં રંગાયેલા જાેવા મળે છે. શપથ ગ્રહણ સંબંધિત મોટા હોર્ડિંગ્સ, બેનરો અને ધ્વજ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. શહેરના ૧૩૦ ચોક અને મુખ્ય માર્ગો પર લાઈટીંગ કરવામાં આવ્યું છે.


