લખનૌ
સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને પૂર્વ રક્ષા મંત્રી મુલાયમસિંહની હાલત નાજુક છે તેમને જીવનરક્ષક દવાઓ આપવામાં આવી રહી છે.તબીયત બગડયા બાદથી દેશભરમાં શુભચિંતક તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે.બરેલીમાં પણ તેમના આરોગ્યને લઇ હવન પુજા અને મસ્જિદોમાં દુઆવો કરવામાં આવી રહી છે. આવામાં શહેરના ત્રણ કોર્પોરેટરોએ સપાના રાષ્ટ્રીય અખિલેશ યાદવને પત્ર લખી પોતાની કિડની દાન કરવાની જાહેરાત કરી છે. સપા કોર્પોરેટરોએ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત મેદાંતા હોસ્પિટલના નિર્દેશકને પણ પત્ર લખ્યો છે અને મુલાયમસિંહ યાદવને કિડની ટ્રાંસપ્લાંટ કરવાની વિનંતી કરી છે. હરેલી શહેરના શાસ્ત્રીનગર વોર્ડ ૪૯થી કોર્પોરેટર ગૈરવ સકસેના વોર્ડ ૫૨ના બાનખાના કોર્પોરેટર શમીમ અહમદ અને વોર્ડ ૧૫ હજિયાપુરથી સપાના કોર્પોરેટર રઇસ મિયાં અબ્બાસીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવને પત્ર લખ્યો છે.તેમનું કહેવુ છે કે તેમને ટીવી અને સમાચાર પત્રોથી જાણકારી મળી છે કે મુલાયમસિંહ બીમાર છે અને તેમના નેતાની બિમારીને લઇ તેઓ દુખી છે અને પોતાના નેતા માટે કિડની દાન કરવા માટે પણ તૈયાર છે. સપા કોર્પોરેટર ગૌરવ સકસેનાએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીકાળથી સપામાં સક્રિય રીતે જાેડાયેલા છે અને મુલાયમ સિંહ માટ કિડની આપવા તૈયાર છે મુલાયમસિંહ યાદવ અમારા અભિભાવકની જેમ છે તેમના માટે કિડની દાન કરવી ગર્વની વાત હશે જયારે અન્ય કોર્પોરેટરે કહ્યું કે મુલાયમસિંહે ગરીબો અને દલિતોનો અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે તેમના માટે કિડની દાન કરવી મારા માટે ગૌરવની વાત હશે એ યાદ રહે કે મુલાયમસિંહની તબીયત બગડતા તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની સ્થિતિ ગંભીર બનેલ છે તેમને આઇસીયુમાં શિફટ કરવામાં આવ્યા છે.ડોકટરોની ટીમ તેમની સારસંભાળ કરી રહી છે.
