લખનઉ
ઉત્તરપ્રદેશનાં સીએમ યોગીનો બીજાે શપથ ગ્રહણ સમારોહ ૨૫ માર્ચના રોજ શહીદ પથ ખાતેનાં ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. સમારોહમાં મંત્રીમંડળમાં મહિલાઓ અને યુવાનોને વિશેષ ધ્યાન આપવામાં આવશે. બપોરે લગભગ ૪ વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ સામેલ થશે. સાથે જ ૨૦૦થી વધુ ફફૈંઁની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી સહિત અનેક વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. યોગી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કેબિનેટ બાબતે યોગીની પાર્ટી નેતૃત્વ સાથે વાતચીત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગોરખપુરથી લખનઉ પહોંચશે ત્યારે શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી નક્કી કરવામાં આવશે. કેબિનેટમાં મહિલાઓ માટે ખાસ ધ્યાન આપવાની વાત પણ સામે આવી છે. બલિયાના બંસડીહમાં પહેલીવાર ભાજપનું ખાતું ખોલાવનાર અને આઠ વખતના ધારાસભ્ય રામગોવિંદ ચૌધરીને હરાવનાર કેતકી સિંહને પણ તક મળી શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયેલા રાયબરેલી સદરના ધારાસભ્ય અદિતિ સિંહ, જીઁ છોડીને ભાજપમાં જાેડાયેલા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. આ તરફ હાથરસ સીટથી પહેલીવાર ધારાસભ્ય બનેલા અંજુલા સિંહ માહૌરને લોટરી લાગી શકે છે. ફરુખાબાદના ડૉ. સુરભીની સાથે આગ્રા ગ્રામીણની બેબી રાની મૌર્યને તો ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચાઓ છે. સાથે જ અપર્ણાને સ્ન્ઝ્ર બનાવીને કેબિનેટમાં સામેલ કરી શકાય છે. યોગી સરકાર ૨.૦ ની કેબિનેટ યુવા હશે. તેની પાછળનાં ૨ કારણો છે. સમાચાર છે કે ૬૦ વર્ષથી વધુ વયના ધારાસભ્યોને આ વખતે ભાગ્યે જ કેબિનેટમાં સ્થાન મળશે. બીજું કારણ તે છે કે આ વખતે પાર્ટીએ લગભગ ૨૫ નવા ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારનાં ૧૦ મંત્રી ચૂંટણી હારી ગયા છે. ત્રણે પક્ષ છોડી દીધો છે. આવી સ્થિતિમાં યોગીની પહેલી સરકારના આ ૧૩ મંત્રીઓની જગ્યાએ નવા ધારાસભ્યોને તક મળશે. વળી, આ વખતે કેબિનેટ ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે, તેથી કેબિનેટમાં ઓબીસી અને દલિત ધારાસભ્યોની ભાગીદારી વધશે. યોગી કેબિનેટમાં લગભગ ૧૫ જૂના મંત્રીઓને સ્થાન મળવાની વાત કહેવામાં આવી રહી છે. તેમાં સૌથી મહત્ત્વનું નામ કેશવ પ્રસાદ મૌર્યનું છે. ચૂંટણી હાર્યા બાદ પણ તેમને કેબિનેટમાં લેવામાં આવી શકે છે. આ ઉપરાંત સુરેશ ખન્ના, શ્રીકાંત શર્મા, બ્રિજેશ પાઠક, સતીશ મહાના, સિદ્ધાર્થનાથ સિંહ, સૂર્ય પ્રતાપ શાહી, આશુતોષ ટંડન, નંદકુમાર નંદી, કપિલ દેવ અગ્રવાલ, જતિન પ્રસાદ, રવિન્દ્ર જયસ્વાલ, લક્ષ્મીનારાયણ ચૌધરી, ભૂપેન્દ્ર ચૌધરી, જય પ્રતાપ સિંહ અને અનિલ રાજભરના નામ પણ મંત્રી પદના દાવેદારોમાં સામેલ છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે કેબિનેટમાં જાતિ સાથે પ્રાદેશિક સંતુલન પણ સાધવામાં આવશે. ડેપ્યુટી ઝ્રસ્ કેશવ પ્રસાદ મૌર્યની સાથે ૧૧ મંત્રીઓ ચૂંટણી હારવાને કારણે ઘણા નવા ચહેરાઓને તક મળશે. નવી સરકારમાં સામેલ થવાના સંભવિત નામોમાં હરદોઈના નીતિન અગ્રવાલ, કાયમગંજના ધારાસભ્ય ડૉ. સુરભી, પ્રયાગરાજની બારા બેઠક પરથી ધારાસભ્ય વાચસ્પતિ, ઈટાવાથી સરિતા ભદૌરિયા, મૈનપુરીથી જય વીર સિંહ, મઉથી રામવિલાસ ચૌહાણ, દેવબંદથી કુંવર બ્રજેશ સામેલ છે.