ઉત્તરાખંડ
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ૬૦% ર્ંમ્ઝ્ર અને દલિત ઉમેદવારો છે. હાલમાં જ ભાજપમાંથી રાજીનામું આપનારા ૧૪ ધારાસભ્યોએ ભાજપ પર ફ્રન્ટ પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો. બધાએ એક જ વાત કહી હતી કે ભાજપ પછાત અને દલિત વિરોધી છે. ભાજપની યાદી પર નજર કરીએ તો કુલ ૧૦૭ ઉમેદવારોમાંથી ૪૪ પછાત જાતિના છે. ૧૯ ઉમેદવારો અનુસૂચિત જાતિના છે. આ સિવાય ભાજપે દસ મહિલાઓને ટિકિટ આપી છે. ૧૦૭માંથી ૬૩ વર્તમાન ધારાસભ્યોને પણ ટિકિટ મળી છે.ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ૫૯ ઉમેદવારો સામેલ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખાટીમાથી ચૂંટણી લડશે. દ્ભરટ્ઠંૈદ્બટ્ઠ છજજીદ્બહ્વઙ્મઅ જીીટ્ઠંથી પુષ્કર બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉત્તરાખંડમાં વિધાનસભાની કુલ ૭૦ સીટ છે. જેની ચૂંટણી ૧૪ ફેબ્રુઆરી યોજાશે. ચૂંટણીના પરિણામો ૧૦ માર્ચે જાહેર થશે. બીજેપી તરફથી પ્રહલાદ જાેષીએ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ઉત્તરરાખંડમાં પાંચ વર્ષમાં ડબલ એન્જિનની સરકારે વિકાસના કામો કર્યા છે. આ દાયકો ઉત્તરાખંડનો મહત્વનો દાયકો હોવાનું જણાવ્યું છે. જનતાના સપનાઓ સાકાર કરવા માટે ભાજપ સતત પ્રયત્નશીલ હોવાનો દાવો પણ કર્યો હતો. ભાજપે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પણ ૩૪ ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જારી કરી છે. જેમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાંકલિમથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ સાથે સમાજવાદી પાર્ટીમાં જાેડાયેલા નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપની યોગી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સ્વામી પ્રસાદ મૌર્ય અને ધરમ સિંહ સૈનીએ કહ્યું હતું કે ભાજપ માત્ર અગ્ર જાતીના નેતાઓની પાર્ટી છે. ભાજપે દલિતો અને પછાત સાથે દગો કર્યો છે. આ આરોપોને ભૂંસી નાખવા ભાજપે હવે ૬૦ ટકા દલિતો અને પછાત લોકોને ટિકિટ આપીને આ છબી હટાવવાનો પ્રયાસ કર્યો છે.


