Uttarakhand

ઉત્તરકાશીમાં ભીષણ બરફના તોફાનમાં ૧૦ પર્વતારોહીઓના દર્દનાક મોત

ઉત્તરાખંડ
ઉત્તરાખંડના ઉત્તરકાશીથી મોટા અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. અહીં બરફના ભીષણ તોફાનમાં અનેક પર્વતારોહીઓ ફસાયા જેમાંથી ૧૦ પર્વતારોહીઓના દર્દનાક મોત થયા છે. એવું કહેવાયું છે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ નહેરુ પર્વતારોગણ સંસ્થાનના ૪૦ પર્વતારોહીઓની એક ટુકડી ઉત્તરકાશીથી દ્રૌપદી ડાંડા-૨ પર્વત ટોચ માટે રવાના થઈ હતી. અહીં મંગળવારે અચાનક ટોપ પર હિમસ્ખલનમાં એ તમામલોકો ફસાઈ ગયા. અકસ્માતની સૂચના મળતા દ્ગૈંસ્ ની ટીમ સાથે જિલ્લા પ્રશાસન, દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, સેના અને ૈં્‌મ્ઁ ના જવાન એક્ટિવ થઈ ગયા છે અને ઝડપથી રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. એવું કહેવાઈ રહ્યું છે કે હજુ પણ ત્યાં ૨૦ પર્વતારોહીઓ ફસાયેલા છે. રિપોર્ટ મુજબ પર્વતારોહણ અભિયાનમાં કુલ ૪૦ લોકો હતા. જેમાંથી ૩૩ તાલીમાર્થીઓ હતા જ્યારે ૭ તાલિમ આપનારા હતા. અચાનક આવેલા તોફાન અને હિમસ્ખલનના કારણે એ લોકો ફસાઈ ગયા. અત્યાર સુધીમાં ૩ ટ્રેઈનર્સ અને ૧૭ તાલિમાર્થીઓ સહિત ૨૦ લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ રક્ષામંત્રી સાથે વાત કરીને સેનાની મદદ માંગી છે. સેનાના જવાનો રાહત કાર્યમાં લાગ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે વાયુસેનાએ પોતાના બે ચીતા હેલિકોપ્ટર કામે લગાવ્યા છે. કેટલાક હેલિકોપ્ટર્સને હાલ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. જાે જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવામાં આવશે. દ્રૌપદીના ડાંડા-૨ પર્વત ટોચ પર આ અકસ્માતમાં કેટલાક પર્વતારોહીઓના મોતના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. તેમના મોત પર રક્ષામંત્રી રાજનાથ સિંહે દુઃખ જતાવ્યું છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે ઉત્તરકાશીમાં નહેરુ પર્વતારોહણ સંસ્થાન દ્વારા કરાયેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનના કારણે જાનમાલના નુકસાનથી ખુબ દુઃખ થયું. પોતાના પ્રિયજનોને ખોનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *