ઉત્તરાખંડ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ચંપાવત વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડશે. ચંપાવતના ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચંપાવત વિધાનસભા બેઠક ખટીમાની પાસે આવેલી છે. ખટિમા મુખ્યમંત્રી ધામીની પરંપરાગત બેઠક છે. આ સાથે પિથોરાગઢ જિલ્લામાં રહેતા મતદારોની સંખ્યા વિધાનસભાના બનબાસા અને ટનકપુર વિસ્તારમાં ઘણી વધારે છે. સીએમ ધામી પણ મૂળ પિથોરાગઢ જિલ્લાના છે. નોંધનીય છે કે ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ સૌથી પહેલા સીએમ ધામી માટે પોતાની બેઠક છોડવાની જાહેરાત કરી હતી. હવે તેમણે રાજીનામું આપી દીધું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ બેઠક પરથી પેટાચૂંટણી લડશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉત્તરાખંડ વિધાનસભાની ૭૦માંથી ૪૭ બેઠકો જીતીને રાજ્યમાં સતત બીજી ટર્મ માટે ઈતિહાસ રચ્યો હતો, પરંતુ વિજયનું નેતૃત્વ કરનાર ધામીએ ખટિમા બેઠક ગુમાવી હતી. પરંતુ ભાજપે ફરી એકવાર ધામીને મુખ્યમંત્રી બનાવ્યા. જાે કે, ધામીને છ મહિનામાં ગૃહના સભ્ય તરીકે ચૂંટવામાં આવે તે બંધારણીય જવાબદારી છે અને તેથી જ તેમણે પેટાચૂંટણી લડવી પડશે. કૈલાશ ગહતોડી છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભા ક્ષેત્રના પ્રવાસે છે. જાહેર સભાઓમાં તેઓ સીએમ પુષ્કર સિંહ ધામીના ચંપાવતથી પેટાચૂંટણી લડવાની ચર્ચા કરીને તેમને વિજયી બનાવવા માટે પણ અપીલ કરી રહ્યા છે.


