દહેરાદુન
ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભાજપના નેતા પુષ્કર સિંહ ધામીનું તવાંગ મામલાને લઇ થઇ રહેલ ટીપ્પણીઓની એક નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો દેશની સેનાની વીરતા પર હંમેશા સવાલ ઉઠાવતા રહ્યાં છે.તેમણે કહ્યું કે આ લોકો માટે દેશથી વધુ પોતાની રાજનીતિ જરૂરી છે.આથી હું એવા લોકો પર વધુ ટીપ્પણી કરીશ નહીં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આ ટીપ્પણી એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના તવાંગ મામલા પર આપેલ નિવેદન બાદ આવ્યું છે. હકીકતમાં ઓવૈસીએ તવાંગ મામલા પર એક નિવેદનમાં કહ્યું હતું કે દેશના વડાપ્રઘાન રાજનીતિક નેતૃત્વના મામલામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે આ અથડામણ નવ તારીખે થાય છે અને તમે સંસદમાં આજે બતાવી રહ્યાં છો તેમણે કહ્યું કે જાે મીડિયાએ તેના પર વાત ન કરી હોત તો તમે પણ ચુપ બેસી ગયા હોત.ઓવૈસીએ વધુુમાં કહ્યું હતું કે આ બધી તેમની નિષ્ફળતા છે.તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન ચીનનું નામ લેતા ગભરાય છે તેમણે કહ્યું કે વ્યાપાર અસંતુલન બાદ પણ આપણી સેના માર ખાઇ રહી છે અને ચીન આપણી જમીનમાં ધુસી રહી છે.


