Uttarakhand

ઉત્તરાખંડની ચુંટણી જીતવા માટે ભાજપે જુઠ્‌ણાનો સહારો લીધો ઃ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત

દહેરાદુન
અહીં એક ટીવી ચેનલના મહા અધિવેશનમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રીને અનેક સવાલ પુછવામાં આવ્યા હતાં જેના તેમણે જવાબો આપ્યા હતાં.
પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતથી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની હારનું કારણ પુછવા પર તેમણે કહ્યું કે ભાજપે હિન્દુ મુસલમાનનો સહારો લીધો આ સાથે જ તેમણે જુઠ્ઠાણાનો સહારો લીધો કે પ્રદેશમાં કોંગ્રેસ મુસ્લિમ યુનિવર્સિટી બનાવશે અને ત્યારબાદ ધીરે ધીરે તેને હરીશ રાવતથી જાેડી દીધું
રાવતે કહ્યું કે ચુંટણી પ્રચારના અંતિમ દિવસ સુધી ભાજપના મોટા નેતાઓ કહી રહ્યાં હતાં કે પ્રદેશમાં અમારી સરકાર આવશે તો અમે લોકોને રાશન અને જરૂરી સુવિધાઓ આપીશું પરંતુ જાે કોંગ્રેસ આવશે તો ફકત મુસ્લિમ યુનિવર્સિટી આપશે.પૂર્વ મુખ્યમંત્રીને પુછવામાં આવ્યું કે તે પોતાની બેઠક પરથી કેમ હારી ગયા તેના પર તેમણે કહ્યું કે ભાજપે ફકત જુઠ્ઠાણાનો સહારો લીધો કોંગ્રેસ પાર્ટી હંમેશા આખરી સમયે મુખ્યમંત્રીનું નામ જાહેર કરે છે કદાચ ભાજપે તેનો લાભ ઉઠાવ્યો તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય ફકત હાઇકમાનનો હતો.
કોંગ્રેસમાં જુથબંધીને લઇ તેમણે કહ્યું કે પાર્ટીમાં અનેક એવા લોકો છે જે સારી સરકાર આપી શકે છે પરંતુ એવું નથી કે પાર્ટીમાં કોઇ જુથબંધી છે.તેમણે કહ્યું કે રાજયના લોકોએ પહેલીવાર પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કર્યા છે હવે જાેવાનું છે કે તે જનતાની આશા પર ખરા ઉતરે છે કે નહીં જયારે હરીશ રાવતને એ પુછવામાં આવ્યું હતું કે તેઓ કયાંક ખોટી બેઠક પરથી તો ચુંટણી લડયા નથી તેના પર તેમણે કહ્યું કે હું પહેલા ચુંટણી લડવાના મુડમાં ન હતો જયારે ૫૦ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થઇ ગઇ તો મારા સાથીઓએ મને લાલકુઆં બેઠકથી ચુંટણી લડવા માટે કહ્યું ચુંટણીમાં હારની જવાબદારી મેં લીધી છે કારણ કે મેં આ બેઠકને પસંદ કરી હતી અને જનતાના નિર્ણયનું સ્વાગત કરૂ છું.
જયારે અગ્નિપથ યોજનાને લઇ હરીશ રાવતે કહ્યું કે આ સરકારનો ખોટો નિર્ણય છે જેના પર ખુબ સવારો ઉઠી રહ્યાં છે આ યોજના ઉત્તરાખંડના લોકોને બરબાદ કરી દેશે સરકારે આ નિર્ણયને પાછો લેવા પર વિચાર કરવો જાેઇએ

file-02-page-40.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *