Uttarakhand

ધરે બેઠા જ એફઆઇઆર દાખલ થઇ શકશે

દહેરાદુન
ઉત્તરાખંડમાં લોકોને હવે એફઆઇઆર દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશનના ચકકર ખાવા પડશે નહીં,અહીં ટુંક સમયમાં જ ઇ એફઆઇઆરની સુવિધા શરૂ કરવામાં આવશે એટલે કે હવે ઘરે બેઠા જ એફઆઇઆર દાખલ કરાવી શકાશે જાે કે શરૂઆતમાં વાહન ચોરી અને સામાન ગુમ થવાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે.આ સંબંધમાં જાહેરનામુ બહાર પાડવામાં આવશે ઇ એફઆઇઆરમાં વર્ચુઅલ પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવશે જે પણ ઇ એફઆઇઆર કરવામાં આવશે તે આ વર્ચુઅલ પોલીસ સ્ટેશનમાં જશે ઇ એફઆઇઆર પોર્ટલને દેવભૂમિ મોબાઇલ એપથી પણ જાેડવામાં આવશે
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઇ એફઆઇઆર સુવિધાની શરૂઆત કરવાના સંબંધમાં ગૃહ અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી છે મુખ્યમંત્રીને ઇ એફઆઇઆર પોર્ટલનું પ્રેજેંટેશન પણ આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે સરલીકરણ,સમાધાન અને સંતુષ્ટિ સરકારનો મૂળ મંત્ર છે.સિસ્ટમ એવી જાેઇએ જેથી જનતા સરલતમ રીતે પોતાની ફરિયાદનું સમાધાન કરી શકે મુખ્યમંત્રીએ કહ્યું કે ઇ એફઆઇઆરથી સામાન્ય જનતાને ખુબ સુવિધા મળશે વ્યક્તિને એફઆઇઆર દાખલ કરાવવા માટે પરેશાન થવું પડશે નહીં ઇ એફઆઇઆરની ઉચ્ચાધિકારી નિયમિત રીતે સમીક્ષા કરશે

file-02-page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *