ઉતરાખંડ
આ કથિત ‘ધર્મ સંસદ’ દરમિયાન ઘણા લોકો દ્વારા નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલાની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એસઆઈટી ગઠિત કરી છે. ગયા અઠવાડિયે ગઢવાલના ડ્ઢૈંય્ કેએસ નાગન્યાલે જણાવ્યું હતું કે કેસની તપાસ માટે ૫ સભ્યની જીૈં્ ગઠિત કરવામાં આવી છે. જ્યારે તેમને પૂછ્વામાં આવ્યું કે આ કેસથી જાેડાયેલા ઘણા લોકોની ધરપકડ પણ થશે તો નાગન્યાલે કહ્યું કે નિશ્ચિત રીતે જાે તપાસમાં મજબૂત પુરાવા મળશે તો ચોક્કસ ધરપકડ થશે. તેમને જણાવ્યું હતું કે આ કેસમાં ૫ લોકોની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં વસીમ રિજવી, જેમને ગયા મહિને હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ જીતેન્દ્ર નરાયણ ત્યાગી નામ રાખ્યું છે. સાધવી અન્નપુર્ણા ધર્મદાસ, સંત સિંધુ સાગર અને ધર્મ સંસદના આયોજક અને ગાજિયાબાદના ડાસના મંદિરના મુખ્ય પૂજારી યતિ નરસિમ્હાનંદ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે એફઆઈઆરમાં કલમ ૧૫૩-એ સિવાય ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર)ની કલમ ૨૯૫ પણ ઉમેરવામાં આવી છે. હરિદ્વારના વેદ નિકેતન ધામમાં ૧૬-૧૯ ડિસેમ્બર દરમિયાન ધર્મ સંસદમાંવક્તાઓએ કથિત રીતે મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું.ઉત્તરાખંડના હરિદ્વારમાં તાજેતરમાં યોજાયેલી ‘ધર્મ સંસદ’ દરમિયાન હેટ સ્પીચ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરતી ઁૈંન્ની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ હતી. ચીફ જસ્ટિસ એનવી રમણાની અધ્યક્ષતાવાળી બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી છે કે એફઆઈઆર નોંધવામાં આવી હોવા છતાં દ્વેષપૂર્ણ ભાષણો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સિબ્બલે કોર્ટમાં કહ્યું હરિદ્વારમાં ૧૭થી ૧૯ ડિસેમ્બરની વચ્ચે ધર્મ સંસદમાં જે થયું, તે સંબંધમાં મેં ઁૈંન્ દાખલ કરી છે. આપણે એવા મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં દેશમાં ‘સત્યમેવ જયતે’નો નારા બદલાઈ ગયો છે.” આ પછી ઝ્રત્નૈં રમનાએ કહ્યું કે કોર્ટ આ મામલાની સુનાવણી કરશે.